Get The App

ડોલર સામે રૂપિયો 78.57ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ

Updated: Jun 28th, 2022


Google NewsGoogle News
ડોલર સામે રૂપિયો 78.57ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ 1 - image


અમદાવાદ તા. 28 જૂન 2022

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની નવ મહિનાથી ચાલી રહેલી જંગી વેચવાલી, વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરાય રહેલા મંદીના વાદળો વચ્ચે આજે ડોલર સામે રૂપિયો 20 પૈસા તૂટી 78.57ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે. 

ભારતીય વેપાર ખાધ - ઊંચી આયાત સામે ઓછી નિકાસ - વિક્રમી સ્તરે છે તેની અસર પણ રૂપિયા ઉપર ત્રણ મહિનાથી જોવા મળી રહી છે 

રૂપિયો જેમ નબળો પડે તેમ આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્યતા પણ વધી છે. ભારત ક્રૂડ ઓઇલ, કોપર, ખાદ્યતેલ જેવી ચીજોની આયાત કરે છે. 

અમેરિકન ડોલર ઇન્ડેક્સ (જે ડોલરનું વિશ્વના છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરે છે) આજે મક્કમ 103.96ની સપાટીએ છે.

યુરોપ અને અમેરિકામાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેનાથી વ્યાજના દર વધી રહ્યા છે. ઊંચા વ્યાજ દરથી મંદી આવશે એવી ચિંતામાં રોકડ તરફ ઝોક વધી રહ્યો હોવાથી ડોલર મજબૂત છે. જો અર્થતંત્રનો વિકાસ ચાલુ રહેશે, ફુગાવો ઘટશે અને વ્યાજ નહિ વધે એવા સંકેત મળે તો ડોલર નરમ પડશે એવું વિશ્લેષકો જણાવી રહ્યા છે.


Google NewsGoogle News