LPGથી માંડીને આધારકાર્ડ સુધી.. 1 સપ્ટેમ્બરથી થશે 6 મોટા ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર
1st-september Rules Change: ઓગસ્ટ મહિનો પૂરો થતા જ નવા મહીને ઘણા મોટા ફેરફાર જોવા મળશે. એવામાં સપ્ટેમ્બર મહિનાથી આવા કેટલાક ખાસ ફેરફારોથી સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે વિશેષ જાહેરાતો થઈ શકે છે. એવામાં જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા ફેરફારો થઈ શકે છે અને તેની તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?
એલપીજી સિલિન્ડરની કિંમત
સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે.આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો.
ATF અને CNG-PNG ના રેટ
એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે ઓઈલ માર્કેટ કંપનીઓ એર ટર્બાઈન ઈંધણ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે. જેથી તેની કિંમતમાં પણ પહેલી તરીકે ફેરફાર જોવા મળે છે.
આ પણ વાંચો: ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (ફેમા) નિયમોમાં ફેરફાર કરવામાં આવશે
ફ્રોડ કોલ્સ સંબંધિત નિયમો
ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજ પર અંકુશ લગાવવા માટે નિર્દેશ આપ્યો હોવાથી 1 સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ પર પ્રતિબંધ લાગી શકે છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો
1 સપ્ટેમ્બરથી, HDFC બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ્સની મર્યાદા નક્કી કરશે, જેના હેઠળ ગ્રાહકો આ ટ્રાન્ઝેક્શન્સ પર દર મહિને માત્ર 2,000 પોઈન્ટ્સ સુધી જ મેળવી શકશે.
IDFC ફર્સ્ટ બેંક સપ્ટેમ્બર 2024 થી ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે. ચુકવણીની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત, એક ફેરફાર છે - 1 સપ્ટેમ્બર, 2024 થી, UPI અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચૂકવણી માટે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમાન રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.
આ પણ વાંચો: વર્તમાન વર્ષમાં ભારતમાં ચાંદીની આયાત લગભગ બમણી થવાની વકી
મોંઘવારી ભથ્થું
કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે તેવી શકયતા છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જ્યારે 3 ટકાના વધારા પછી તે 53 ટકા થઈ જશે.
મફત આધાર કાર્ડ અપડેટ
મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે, અગાઉ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી.