Get The App

LPGથી માંડી ક્રેડિટ કાર્ડ સુધી... પહેલી નવેમ્બરથી બદલાશે 6 નિયમ, દરેકના ખિસ્સા પર થશે અસર!

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
Rule Change November


Rule Change in November:  ઑક્ટોબર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે નવેમ્બરના પ્રથમ દિવસથી અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સંભવિત ફેરફારો અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. જાણીએ કે નવેમ્બરમાં કયા ફેરફારો થશે.

એલપીજી સિલિન્ડરની કિંમત 

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. 1 નવેમ્બરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે, ખાસ કરીને 14 કિલોના ઘરેલુ સિલિન્ડર માટે, જેની કિંમત લાંબા સમયથી સ્થિર છે. તેમજ તાજેતરના મહિનાઓમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે.

ATF અને CNG-PNG ના રેટ

આ સાથે, એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવ પણ બદલાઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે અને આ વખતે પણ ઘટાડો થવાની ધારણા છે.

SBI ક્રેડિટ કાર્ડ નિયમો

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (SBI) એ 1 નવેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડ્સ પર નવી ફી લાગુ કરવાની જાહેરાત કરી છે. તે પ્રમાણે અનસિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75% ફાઇનાન્સ ચાર્જ અને વીજળી, પાણી અને ગેસ જેવી ઉપયોગિતા સેવાઓ માટે રૂ. 50,000 થી વધુની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ લાગશે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના પેન્શનધારકો માટે દિવાળી ગિફ્ટ! આ વયના લોકોને મળશે વધારાના પેન્શનનો લાભ

મ્યુચ્યુઅલ ફંડના નિયમો

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમો હેઠળ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ નોમિનીના 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણ અધિકારીને કરવી પડશે.

ટ્રાઈના નવા નિયમો

ટેલિકોમ સેક્ટરમાં 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેમાં ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબર બ્લોક કરવાની સૂચના આપવામાં આવી છે. જે યુઝરને સુરક્ષિત અને વિશ્વસનીય સેવા આપશે.

બેન્ક હોલિડે

નવેમ્બરમાં વિવિધ તહેવારો અને વિધાનસભાની ચૂંટણીઓને કારણે બૅન્ક 13 દિવસ બંધ રહેશે. જો કે, તમે આ રજાઓ દરમિયાન પણ ઓનલાઇન બૅંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો, જે 24x7 ઉપલબ્ધ રહેશે.

LPGથી માંડી ક્રેડિટ કાર્ડ સુધી... પહેલી નવેમ્બરથી બદલાશે 6 નિયમ, દરેકના ખિસ્સા પર થશે અસર! 2 - image



Google NewsGoogle News