Rules Change: પહેલી જૂનથી થશે 5 મોટા ફેરફાર, મિડલ ક્લાસના ખિસ્સાં પર પડશે સૌથી વધુ અસર

Updated: May 28th, 2024


Google NewsGoogle News
Rules Change: પહેલી જૂનથી થશે 5 મોટા ફેરફાર, મિડલ ક્લાસના ખિસ્સાં પર પડશે સૌથી વધુ અસર 1 - image


Rules Changes from 1st june: મે મહિનો પૂરો થવાના આરે ગણતરીના દિવસો બાકી છે. પહેલી જૂનથી અનેક વસ્તુઓના ભાવમાં ફેરફાર અને નિયમોમાં ફેરફાર લાગૂ થવાના હોવાથી તમારા ખિસ્સા પર સીધી અસર થઈ શકે છે. જેમાં રાંધણ ગેસથી માંડી ક્રેડિટ કાર્ડના નિયમો સુધી દરેક વસ્તુઓ સમાવિષ્ટ છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે...

પ્રથમ ફેરફાર: એલપીજીના ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 જૂન, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી લાગૂ કરે છે. થોડા સમય પહેલાં જ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે, પરંતુ 14 કિલોના રાંઘણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકો આ વખતે ચૂંટણી પહેલા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે. 

બીજો ફેરફાર- ATF અને CNG-PNG રેટ

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર સાથે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ઇંધણ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. તેની નવી કિંમતો પણ પ્રથમ તારીખે જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 

ત્રીજો ફેરફાર- SBI ક્રેડિટ કાર્ડ

SBI ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન, 2024થી બદલાવા જઈ રહ્યા છે. SBI કાર્ડ મુજબ, 1 જૂન 2024થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં. તેમાં સ્ટેટ બેન્કનું AURUM, SBI કાર્ડ ELITE, SBI કાર્ડ ELITE એડવાન્ટેજ અને SBI કાર્ડ પલ્સ, SimplyCLICK SBI કાર્ડ, SimplyClick એડવાન્ટેજ SBI કાર્ડ (SBI Card PRIME) અને SBI કાર્ડ પ્રાઇમ (SBI કાર્ડ પ્રાઇમ)નો સમાવેશ થાય છે.

ચોથો ફેરફારઃ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ 

પહેલી જૂનથી થઈ રહેલો ચોથો મોટો ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત છે. 1 જૂન, 2024થી, ખાનગી સંસ્થાઓ (ડ્રાઇવિંગ સ્કૂલ)માં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી શકે છે, અત્યાર સુધી આ ટેસ્ટ ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોમાં લેવામાં આવતા હતા. હવે ખાનગી સંસ્થાઓમાં પણ લાયસન્સ માટે અરજી કરનારા લોકોનો ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને તેમને લાઇસન્સ આપવામાં આવશે. જો કે, ધ્યાનમાં રાખો કે આ ટેસ્ટ પ્રક્રિયા ફક્ત તે ખાનગી સંસ્થાઓમાં જ હાથ ધરવામાં આવશે જેને RTO દ્વારા માન્યતા આપવામાં આવશે. આ સાથે જો 18 વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને માત્ર 25 હજાર રૂપિયાનો દંડ જ નહીં પરંતુ 25 વર્ષ સુધી લાયસન્સ પણ આપવામાં આવશે નહીં. 

પાંચમો ફેરફાર: આધાર કાર્ડ ફ્રી અપડેટ

પાંચમો ફેરફાર 14મી જૂનથી અમલમાં આવશે. વાસ્તવમાં, UIDAIએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન સુધી લંબાવી છે. આધાર કાર્ડ ધારકો પાસે તેને ફ્રીમાં અપડેટ કરવા માટે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પછી, જો તમે તેને અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર જઈ પ્રતિ અપડેટ 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

  Rules Change: પહેલી જૂનથી થશે 5 મોટા ફેરફાર, મિડલ ક્લાસના ખિસ્સાં પર પડશે સૌથી વધુ અસર 2 - image



Google NewsGoogle News