Get The App

ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા

- જે ક્ષેત્રોની નિકાસ યુએસ આધારિત છે તેઓએ માર્જિન દબાણ, રોકડની અછત અને સંભવિત ડિફોલ્ટનો સામનો કરવો પડશે

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ભારતના દરિયાઈ અને વેપાર વીમા ક્ષેત્ર પર જોખમ, પ્રીમિયમ વધવાની શક્યતા 1 - image


નવી દિલ્હી : યુ.એસ. દ્વારા ભારત પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફથી દેશમાં દરિયાઈ અને વેપાર જોખમ વીમાને અસર થવાની સંભાવના છે. તેનાથી વીમા દરમાં વધારો થઈ શકે છે. નિષ્ણાતોના મતે, યુએસ સરકારે ભારતને વાટાઘાટો માટે સમય આપતા આ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યું છે.

એપ્રિલ પ્રારંભે , યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી યુએસમાં નિકાસ કરવામાં આવતા માલ પર ૨૬ ટકા પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ટેરિફ ભારત દ્વારા યુએસ આયાત પર લાદવામાં આવેલા ૫૨ ટકા ટેરિફના જવાબમાં છે. જો કે, ૧૧ એપ્રિલે, ટ્રમ્પે વાટાઘાટો માટે પરવાનગી આપવા માટે ભારત સહિત ઘણા દેશો પર આ ટેરિફ ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ચીન સિવાયના તમામ ભાગીદાર દેશો પર વધારાના ૧૦ ટકા આયાત ટેરિફ લાગુ થશે.

ઉદ્યોગ નિષ્ણાતોના મતે જો ભારતીય સામાન પર ૨૬ ટકા ટેરિફ લાદવામાં આવે તો તે દેશના દરિયાઈ અને વેપાર જોખમ વીમા પર દબાણ લાવશે.

વીમા કંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે, યુએસમાં નિકાસ કરવામાં આવતા માલ પર ટેરિફની કેટલીક આડકતરી અસર પડશે. વીમો માલના મૂલ્યને આવરી લે છે, અને જો ટેરિફને કારણે માલનું મૂલ્ય વધે છે, તો મરીન કાર્ગો વીમા પ્રીમિયમમાં પણ વધારો થશે. દાવાઓ માટે ચૂકવવામાં આવતી રકમ, જો મરિન ટેરિફના અમલીકરણમાં વધારો થવાની સંભાવના છે. 

સરકારી ડેટા અનુસાર, ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસનું કુલ મૂલ્ય ૨૦૨૪-૨૫ (એપ્રિલ-માર્ચ)માં ૦.૦૮ ટકા વધીને ૪૩૭.૪૨ બિલિયન ડોલર થયું છે, જે ૨૦૨૩-૨૪માં ૪૩૭.૦૭ બિલિયન ડોલર હતું.

ટેરિફની સંભવિત અસર વિશે બોલતા, એક વીમા નિષ્ણાતે જણાવ્યું હતું કે નિકાસકારોએ વૈકલ્પિક બજારો શોધવાની જરૂર પડી શકે છે, જે તેમના ઉત્પાદનો માટે પ્રમાણમાં અસ્થિર હોઈ શકે છે. તેનાથી સમય અને મહેનત વધશે અને જોખમ પણ વધારે રહેશે. આ કારણોસર, વીમા નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે વીમાની માંગ વધશે અને દાવાઓ વધશે.

જે ક્ષેત્રોની નિકાસ મુખ્યત્વે યુએસ માંગ પર આધારિત છે તેઓ માર્જિન દબાણ, રોકડ પ્રવાહની અછત અને સંભવિત ડિફોલ્ટનો સામનો કરી શકે છે. આનાથી ટ્રેડ ક્રેડિટ વીમા કંપનીઓ માટે જોખમ વધશે, કારણ કે વિલંબથી દાવાઓમાં વધારો થઈ શકે છે. જો દાવાઓ વિદેશી ચલણમાં ચૂકવવામાં આવે છે, તો રૂપિયાના અવમૂલ્યનથી નુકસાનનું પ્રમાણ વધશે. 

Tags :