Get The App

ઘઉંની કિંમતમાં વધારો થતા લોટનો ભાવ 15 વર્ષની ટોચે પહોંચ્યો, સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ઘઉંની કિંમતમાં વધારો થતા લોટનો ભાવ 15 વર્ષની ટોચે પહોંચ્યો, સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું 1 - image


Wheat Flour Price Rise 15 years High: દેશમાં શાકભાજી-ફળો, અનાજ-કઠોળના ભાવો આસમાને પહોંચતાં સામાન્ય પ્રજા પર ખર્ચનો બોજો વધ્યો છે. ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે. બટાકાં, ડુંગળી-લસણ જેવા મુખ્ય શાકભાજી બાદ હવે ઘઉંના લોટની કિંમત પણ 15 વર્ષની ટોચે પહોંચી છે. ખાણીપીણીની ચીજોના ભાવમાં સતત વધારાના કારણે એફએમસીજી સેક્ટરનો ગ્રોથ મંદ પડ્યો છે. સૌથી વધુ માઠી અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી છે.

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશની નદીઓ જોડાશે, 65 લાખ લોકોને થશે લાભ, જાણો કેન-બેતવા રિવર લિંક પ્રોજેક્ટ વિશે

ઘઉંના લોટની કિંમત 15 વર્ષની ટોચે

ઘઉંના ભાવમાં તોતિંગ વધારાના કારણે ઘઉંના લોટની કિંમત રૂ. 42 પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી છે. જે જાન્યુઆરી, 2009 કરતાં વધુ છે. ઘઉંનું વાવેતર ઘટતાં સરકાર પાસે પણ ઘઉંનો સ્ટોક માગ કરતાં ઓછો છે. જેથી કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. શહેરી ક્ષેત્રોમાં ખાદ્ય ચીજો પર ફુગાવો 11.1 ટકાના દરે વધ્યો છે. મોટાભાગની એફએમસીજી પ્રોડક્ટ્સના ભાવ વધ્યા છે.

ઘરેલું ખર્ચ બે વર્ષમાં 13 ટકા વધ્યો

ખાણીપીણીની ચીજોના ભાવ વધતાં એફએમસીજી કંપનીઓ કિંમતોમાં વધારો તેમજ પ્રમાણમાં ઘટાડો કરી રહી છે. જેના લીધે શહેરી વિસ્તારોમાં ઘરદીઠ ખર્ચ બે વર્ષમાં 13 ટકા વધ્યો છે. દેશભરમાં મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. કંટારના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, હાલ મોંઘવારીમાં કોઈ રાહત મળશે નહીં. આગામી થોડા સમય સુધી કિંમતો વધવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. આગામી વર્ષના પ્રથમ છ માસમાં મોંઘવારીનો દર વધવાની આશંકા છે.

ઘઉંની કિંમતમાં વધારો થતા લોટનો ભાવ 15 વર્ષની ટોચે પહોંચ્યો, સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું 2 - image


Google NewsGoogle News