સિંગતેલમાં પીછેહટઃ સૌરાષ્ટ્ર કોટન વોશ્ડમાં મંદી

- એરંડા વાયદો ફરી ગબડયો : જો કે સોયાતેલ ઉંચકાયું

- વિશ્વ બજારમાં બ્રાઝીલના વરસાદ પર નજર વચ્ચે અમેરિકામાં સોયાબીનના ભાવમાં ઝડપી ઘટાડો

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
સિંગતેલમાં પીછેહટઃ સૌરાષ્ટ્ર કોટન વોશ્ડમાં મંદી 1 - image


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવ નરમ હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ ઘટતા અટકી અથડાતા રહ્યા હતા. આયાતી ખાદ્યતેલોમાં બેતરફી વધઘટ વચ્ચે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. પામતેલમાં નવી માગ ધીમી હતી તથા હવાલા-રિસેલમાં ૧૦ કિલોના રૂ.૮૨૬થી ૮૨૭ના મથાળે છૂટાછવાયા વેપાર થયા હતા.

 દરમિયાન, સૌરાષ્ટ્રના બજારોમાં પીછેહટ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૮૧૦થી ૮૧૫ રહ્યા હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રૂ.૧૫૭૫થી ૧૬૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨૫૦૦થી ૨૫૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો ૧૪થી ૨૨ પોઈન્ટ વધ્યો હતો. અમેરિકાના કૃષી બજારોમાં સોયાતેલના ભાવ ઓવરનાઈટ ૯ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં પણ ભાવ વધુ ૯ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૬૩૦ વાળા રૂ.૧૬૨૦ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૮૯૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૮૨૮ વાળા રૂ.૮૨૭ રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૬૫ વાળા રૂ.૭૭૦ રહ્યા હતા.

મુંબઈ સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૮૬૨ તથા રિફાઈન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ વધુ ઘટી રૂ.૮૪૫ તથા રિફાઈન્ડના રૂ.૯૦૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ ઘટયા મથાળે શાંત હતા. મુંબઈ દિવેલના ભાવ રૂ.૮ વધ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૪૦ ઉંચકાયા હતા. સામે એરંડા વાયદા બજારમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં આજે ભાવ ફરી રૂ.૬૫થી ૭૦ તૂટી રૂ.૫૮૦૦ની અંદર રૂ.૫૭૪૦ બોલાતા થયા હતા.

મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૨૦૦થી ૩૦૦ નરમ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૮૯૦થી ૯૦૩ રહ્યા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય પ્રદેશમાં ૧ લાખ ૩૦ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં પણ ૧ લાખ ૩૦ હજાર ગુણી આવી હતી.

મધ્ય પ્રદેશમાં ભાવ રૂ.૪૬૭૫થી ૪૮૦૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ ફોરવર્ડમાં રૂ.૮૫૦ રહ્યા હતા. બ્રાઝીલમાં વરસાદ પર વૈશ્વિક સોયાબીન બજારની નજર રહી હતી. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૪૦થી ૧૪૫ પોઈન્ટ તૂટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ૯૫થી૧૦૦ પોઈન્ટ તૂટયા હતા.


oilseed

Google NewsGoogle News