નિવૃત્તિ બાદ ટેન્શન ફ્રી જીવવું હોય તો આ 5 સ્કીમ ઘણી કામની, દર મહિને સારૂ એવુ પેન્શન મળશે

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Senior citizens Pension scheme


Retirement Planning: મોટાભાગના લોકો રિટાયરમેન્ટ બાદ આનંદ-કિલ્લોલ સાથે જીવન પસાર કરવા માગે છે, પરંતુ વધતી મોંઘવારી અને યુવાનીમાં કમાણીનો વેડફાટના લીધે ઘણા લોકોએ રિટાયરમેન્ટ બાદ પણ કાળી મજૂરી કરવી પડતી હોય છે. રિટાયરમેન્ટનું જીવન આરામથી પસાર કરવા માટે નાણાકીય આયોજન કરવુ જરૂરી છે. ઘણી સરકારી અને ખાનગી સ્કીમ ઉપલબ્ધ છે, જેમાં રોકાણ કરી દરમહિને પેન્શન પેટે નિશ્ચિત આવક મેળવી શકો છો.

અમુક સ્કીમમાં ગેરેંન્ટેડ રિટર્ન મળે છે, જ્યારે અમુક માર્કેટની સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. જો કે, લાંબાગાળે તેમાં પણ પોઝિટીવ રિટર્ન છૂટે છે. આવો, આવી પાંચ પેન્શન સ્કીમ વિશે માહિતી મેળવીએ...

1. સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ એકાઉન્ટઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં વાર્ષિક 8.20 ટકા વ્યાજ મળે છે. ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી આ સ્કીમનો લાભ મેળવી શકો છો. મહત્તમ તેમાં રૂ. 30 લાખ સુધીનું રોકાણ શક્ય છે. આ સ્કીમમાં એકસામટુ રોકાણ કરવાનું હોય છે. જેમાં પાંચ વર્ષની મુદ્દત પર દરમહિને આવક મળે છે. જમા રકમ પર આવકવેરા અધિનિયમની કલમ 80 (સી) અંતર્ગત રૂ. 1.50 લાખની છૂટ મળે છે.

2. અટલ પેન્શન યોજનાઃ આ સ્કીમ વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. જેમાં રોકાણના આધારે 60 વર્ષ બાદ દરમહિને રૂ. 1000થી રૂ. 5000 સુધીનું પેન્શન મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા 18થી 40 વર્ષની વયમર્યાદામાં અરજી કરવાની હોય છે.

3. મંથલી ઈનકમ સ્કીમઃ પોસ્ટ ઓફિસની આ મંથલી ઈનકમ સ્કીમ છે. જેમાં એકસામટું રોકાણ કરી પાંચ વર્ષ સુધી માસિક ધોરણે પેન્શન મેળવી શકાય છે. પાંચ વર્ષ બાદ જમા રકમ પરત કરવામાં આવે છે. આ યોજનામાં વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. જે દરમહિને પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં વ્યક્તિગત ધોરણે વધુમાં વધુ રૂ. 9 લાખ અને દંપત્તિ માટે રૂ. 15 લાખની રોકાણ મર્યાદા છે. જેમાં વ્યક્તિગત ધોરણે રૂ. 5550 પ્રતિ માસ અને દંપત્તિને રૂ. 9250 પ્રતિ માસ પેન્શન મળે છે.

4. મ્યુચ્યુલ ફંડમાં સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાનઃ સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) મારફત માસિક આવકની સુવિધા મેળવી શકો છે. જેમાં તમારે મ્યુચ્યુઅલ ફંડની હાઈબ્રિડ સ્કીમમાં એકસામટુ રોકાણ કરવાનું હોય છે. જે ફંડમાંથી તમને દરમહિને નિશ્ચિત રકમનું પેન્શન મળે છે. જો કે, માર્કેટ સાથે સ્કીમ જોડાયેલી હોવાથી મૂડીમાં વધ-ઘટ થતી રહે છે.

5. ફિક્સ્ડ ડિપોઝિટઃ પોસ્ટ ઓફિસ અને બેન્ક વિવિધ મુદ્દત માટે ફિક્સ્ડ ડિપોઝીટની સુવિધા આપે છે. એફડી પર જમા રકમ તમને માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિક કરતાં 0.25 ટકા વધુ વ્યાજ મળે છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


નિવૃત્તિ બાદ ટેન્શન ફ્રી જીવવું હોય તો આ 5 સ્કીમ ઘણી કામની, દર મહિને સારૂ એવુ પેન્શન મળશે 2 - image


Google NewsGoogle News