ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના પગલે માર્ચમાં રિટેલ મોંઘવારી ઘટી 4.85 ટકા થઈ

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના પગલે માર્ચમાં રિટેલ મોંઘવારી ઘટી 4.85 ટકા થઈ 1 - image


Retail Inflation: ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી માર્ચમાં ઘટી 10 માસના તળિયે પહોંચી છે. માર્ચમાં રિટેલ ફુગાવો 4.85 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં 5.09 ટકા હતો. અર્થશાસ્ત્રીઓએ માર્ચમાં ફુગાવો 4.91 ટકા રહેવાની ધારણા કરી હતી. ફુગાવાના આંકડા ગત નાણાકીય વર્ષમાં આરબીઆઈની 2-6 ટકાની મર્યાદામાં નોંધાયા છે.

ખાદ્ય ચીજોના ભાવ ઘટ્યા

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડાઓ મુજબ, ખાદ્ય ચીજોનો મોંઘવારી દર માર્ચમાં 8.52 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં 8.66 ટકા હતો. ચૂંટણી પંચની મંજૂરીની રાહ જોઈ રહ્યા હોવાથી સરકાર દ્વારા સત્તાવાર આંકડાઓ જારી કરવાના બાકી છે. 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2024 શરૂ થવાની છે.

ઔદ્યોગિક ઉત્પાદન વધ્યા

દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગવાન બની છે. જેના પગલે ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં માસિક ધોરણે 1.9 ટકા વધી 5.7 ટકા નોંધાયા છે. જે જાન્યુઆરીમાં 3.8 ટકા હતા. આઠ કોર ઉત્પાદનોનો આઈઆઈપી ગ્રોથ વધ્યો છે. જેમાં મેન્યુફેક્ચરિંગ, ખાણકામ, અને યુટિલિટી સેગમેન્ટના ઉદ્યોગોની ગતિવિધિઓને આવરી લેવામાં આવે છે.

હાથી રૂમમાં પુરાયોઃ આરબીઆઈ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસીની બેઠકમાં ફુગાવાને હાથી સાથે સંબોધિત કરતાં હાથી રૂમમાં (પુરાયો) અર્થાત ફુગાવો નિયંત્રણમાં આવ્યો છે. રેડ સી ક્રાઈસિસના કારણે સપ્લાય ચેઈનમાં પડકારો નોંધાવા અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં વૃદ્ધિના કારણે આરબીઆઈએ ફુગાવાના દરનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ માટે 4.5 ટકાના દરે જાળવી રાખ્ય હતો.

શાકભાજી અને દાળ સસ્તા થયા, અનાજ મોંઘું

અનાજ પર મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 7.60 ટકા સામે માર્ચમાં 8.37 ટકા નોંધાયો છે. જ્યારે શાકભાજીના ભાવ ઘટી 28.34 ટકા અને દાળ પર ફુગાવો 17.71 ટકા નોંધાયો છે. ખાદ્ય તેલમાં મોંઘવારી ફેબ્રુઆરીમાં -13.97 ટકા સામે સુધરી માર્ચમાં -11.72 ટકા થઈ છે.

છેલ્લા 3 માસમાં રિટેલ મોંઘવારી ઘટી

માસ

રિટેલ મોંઘવારી

ડિસેમ્બર

5.69 ટકા

જાન્યુઆરી

5.10 ટકા

ફેબ્રુઆરી

5.09 ટકા

માર્ચ

4.85 ટકા


Google NewsGoogle News