પહેલી એપ્રિલે વધુ બે બેંકો થશે મર્જર, RBIએ આપી મંજૂરી

ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેંકની દરેક શાખાઓ 1 એપ્રિલ, 2024થી એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડની શાખા તરીકે કામ કરશે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
પહેલી એપ્રિલે વધુ બે બેંકો થશે મર્જર, RBIએ આપી મંજૂરી 1 - image
Image Twitter 

Bank Merger Update: દેશમાં એકવાર ફરી બેંકો મર્જર થઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, 1 એપ્રિલ 2024થી વધુ 2 બેંકોને મર્જર કરવામાં આવી રહી છે. જેને આરબીઆઈએ મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ વખતે ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (Fincare Small Finance Bank) નું એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (AU Small Finance Bank Ltd) સાથે થવાની છે. જે આગામી 1 એપ્રિલથી આ બે બેંક એક થઈ જશે. 

1 એપ્રિલ, 2024થી મર્જર થશે

ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડની દરેક શાખાઓ 1 એપ્રિલ, 2024થી એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ (AU Small Finance Bank Ltd) ની શાખા તરીકે કામ કરશે. 23 જાન્યુઆરીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને એયુ સ્મોલ ફાયનાન્સ બેંક અને ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક વચ્ચે મર્જર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. 

શું સુવિધાઓ આપે છે AU Small Finance Bank?

AU Small Finance Bank ગ્રાહકોને પ્રસનલ અને કોમર્શિયલ બેંકિંગ  સર્વિસની સુવિધા આપે છે. જેમા ફિક્સ ડિપોજીટ,લોન, એડવાન્સ,  ડેબિટ- ક્રેડિટ કાર્ડની પણ સુવિધાઓ સાથે સાથે ડિઝીટલ બેંકિંગ સર્વિસિસ પણ સામેલ છે.  


Google NewsGoogle News