Get The App

રેલિગર કંપની ખરીદવા અમેરિકાના ગુજરાતી ઉદ્યોગપતિ મેદાનમાં, મોટી કંપનીઓ સામે બાથ ભીડવાની તૈયારી

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
રેલિગર કંપની ખરીદવા અમેરિકાના ગુજરાતી ઉદ્યોગપતિ મેદાનમાં, મોટી કંપનીઓ સામે બાથ ભીડવાની તૈયારી 1 - image


Religare Enterprises Acquisition Bid: રેલિગર એન્ટરપ્રાઈઝિસ હસ્તગત કરવાની દોડમાં ડાબરના પ્રમોટર ગ્રૂપ બર્મન ફેેમિલી સામે મૂળ ગુજરાતી અમેરિકન ઈન્વેસ્ટર દિગ્વિજય ગાયકવાડ ઉતર્યા છે. દિગ્વિજય ગાયકવાડે રેલિગરનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે શેરદીઠ રૂ. 275ના ભાવે બીડ રજૂ કર્યા છે, આ ઓફર બર્મન ફેમિલીના રૂ. 235 પ્રતિ શેર સામે 17 ટકા પ્રીમિયમ સાથે રજૂ કરવામાં આવી છે. ગાયકવાડના બીડ રેલિગરની 60 દિવસની સરેરાશ કિંમત કરતાં 24 ટકા વધુ છે.

વડોદરામાં જન્મેલા અમેરિકન આંત્રપ્રિન્યોર દિગ્વિજય ગાયકવાડે એનબીએફસી સેક્ટરમાં રેલિગરના ગ્રોથ અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખતાં અન્ય બીડર બર્મલ ફેમિલી કરતાં 17 ટકા પ્રીમિયમે બીડ રજૂ કર્યા છે. તેમણે સેબી સમક્ષ ફાઈલિંગમાં બર્મન બીડ વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે કે, બર્મન ફેમિલીએ રેલિગરની સંભવિતતાને ઓછી આંકી નીચા ભાવે બીડ ભર્યા છે. તેમજ બર્મન ગ્રૂપે આરબીઆઈની શરતી મંજૂરીનો ખુલાસો પણ કર્યો નથી. આરબીઆઈએ બર્મન ગ્રૂપની વિવિધ એનબીએફસીને એકીકૃત કરવાની યોજનાના ભાગરૂપે મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ Budget 2025: શું જૂની ટેક્સ પ્રણાલીમાં મળતી તમામ છૂટ પાછી ખેંચાશે? સરકાર મોટો ઝટકો આપી શકે


રેલિગરથી એનબીએફસી બિઝનેસમાં પ્રવેશ

ગાયકવાડ રેલિગરનો 53 ટકા હિસ્સો હસ્તગત કરી ભારતના એનબીએફસી બિઝનેસમાં પ્રવેશ કરવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે, હજી સુધી તેમના ગ્રૂપે કોઈ પણ એનબીએફસીમાં રોકાણ કર્યું નથી. રેલિગર એન્ટરપ્રાઈઝિસના સ્થિર અને ટકાઉ પર્ફોર્મન્સ તથા પ્રતિબદ્ધ લીડરશીપને ધ્યાનમાં રાખતાં તે શરૂઆતમાં 26 ટકા હિસ્સો હસ્તગત કરવા માગે છે. બાદમાં 53 ટકા સુધી હિસ્સો હસ્તગત કરશે.

ત્રણ દાયકાથી સફળ બિઝનેસમેન

દિગ્વિજય ગાયકવાડ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી અમેરિકા સ્થાયી થયા હતાં. જ્યાં ફ્લોરિડાના ઓક્લામાં છેલ્લા ત્રણ દાયકાથી સફળ બિઝનેસમેન તરીકે પ્રસિદ્ધ છે. તેઓ એનડીએસ યુએસએ, આઈટી અને ક્લાઉડ સર્વિસિઝ કંપનીમના ફાઉન્ડર છે. વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલ્સના માલિક પણ છે. જીડી હોસ્પિટાલિટી તેમજ ડેન્ની ગાયકવાડ ડેવલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ હેઠળ રિયલ એસ્ટેટમાં રોકાણો કરતુ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પણ ઓપરેટ કરે છે. 

રેલિગર કંપની ખરીદવા અમેરિકાના ગુજરાતી ઉદ્યોગપતિ મેદાનમાં, મોટી કંપનીઓ સામે બાથ ભીડવાની તૈયારી 2 - image


Google NewsGoogle News