Reliance Jio Q4 Results: ચોખ્ખો નફો 13 વધી રૂ. 5337 કરોડ થયો, આવક 11 ટકા વધી

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
Reliance Jio Q4 Results: ચોખ્ખો નફો 13 વધી રૂ. 5337 કરોડ થયો, આવક 11 ટકા વધી 1 - image


Reliance Jio Q4 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિ.એ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 5337 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 4716 કરોડ સામે 13 ટકા વધ્યો છે. ત્રીજા ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 5208 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

જિઓની સ્ટેન્ડઅલોન આવક અગાઉના વર્ષે રૂ. 23394 કરોડ સામે 11 ટકા વધી રૂ. 25959 કરોડ થઈ છે. EBITDA વાર્ષિક ધોરણે 11 ટકા અને ત્રિમાસિક ધોરણે 2.5 ટકા વધી રૂ. 13612 કરોડ થઈ છે. માર્જિન 10 bps વધી 52.4 ટકા રહ્યા છે.

નાણાકીય વર્ષમાં નફો 12 ટકા વધ્યો

નાણાકીય વર્ષ 2023-24ના અંતે જિઓનો ચોખ્ખો નફો રૂ. 20466 કરોડ નોંધાયો છે. જે અગાઉના વર્ષે રૂ. 23394 કરોડ સામે 12.4 ટકા વધ્યો છે. આવકો 10.3 ટકા વધી રૂ. 100577 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 91148 કરોડ હતી. ઓપરેટિંગ માર્જિન 26.3 ટકા વધ્યા છે. જ્યારે કંપનીનો ડેટ ટુ ઈક્વિટી રેશિયો વાર્ષિક ધોરણે 0.17 ટકા વધી 0.22 થયો છે.

સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા આઠ ત્રિમાસિક વધી

સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં મજબૂત વધારો થઈ રહ્યો છે. કંપનીએ જાન્યુઆરીમાં 42 લાખ સબ્સ્ક્રાઈબર્સનો વધારો કર્યો છે. સતત આઠમા ત્રિમાસિકમાં જિઓના સબ્સક્રાઈબર્સની સંખ્યા 50 લાખથી 1.1 કરોડની એવરેજમાં વધી છે.

 Reliance Jio Q4 Results: ચોખ્ખો નફો 13 વધી રૂ. 5337 કરોડ થયો, આવક 11 ટકા વધી 2 - image


Google NewsGoogle News