રિલાયન્સની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીનું મોટું એલાન, 1 શેર સામે 1 શેર બોનસ તરીકે મળશે

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
રિલાયન્સની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીનું મોટું એલાન, 1 શેર સામે 1 શેર બોનસ તરીકે મળશે 1 - image


Reliance 47th AGM : મુકેશ અંબાણી (Mukesh Ambani) ના નેતૃત્વ હેઠળની દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠક (Reliance AGM)માં એક મોટું એલાન કરાયું. મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી દીધી છે. 

મુકેશ અંબાણીએ આપી માહિતી 

મુકેશ અંબાણીએ કહ્યું કે આજે એજીએમની બેઠકમાં બપોરે 1:45 ની આજુબાજુ આ નિર્ણય લેવાયો હતો અને હવે 5 સપ્ટેમ્બરે બોર્ડના મેમ્બર્સની બેઠક યોજાશે. બિઝનેસના વિસ્તરણ અને મજબૂત ફાયનાન્શિયલ પરફોર્મન્સને જોતા કંપનીએ આ જાહેરાત કરી હતી. આ મામલે મુકેશ અંબાણીએ તમામ માહિતી રિલાયન્સની એજીએમમાં આપી હતી. 

JioFin વિશે શું બોલ્યાં મુકેશ અંબાણી 

મુકેશ અંબાણીએ કહ્યું કે ગત વર્ષે રિલાયન્સે 2555 પેટન્ટ ફાઈલ કરી. કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે. જિયો ફાયનાન્શિયલ સર્વિસિઝ વિશે તેમણે કહ્યું કે કંપની સારો બિઝનેસ કરી રહી છે અને તેનું માર્કેટ કેપ પણ 2.2 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.  

2027 સુધી ભારત બનશે ત્રીજું અર્થતંત્ર

મુકેશ અંબાણીએ Reliance AGM ને સંબોધતા કહ્યું હતું કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આઈએમએફનું અનુમાન છે કે 2027 સુધી ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે અને જર્મની તથા જાપાન પણ પાછળ રહી જશે. 

રિલાયન્સની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીનું મોટું એલાન, 1 શેર સામે 1 શેર બોનસ તરીકે મળશે 2 - image



Google NewsGoogle News