Get The App

દશેરા પૂર્વે સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

- વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પીછેહટ: બંધ બજારે ડોલર ફરી ઉછળ્યો

Updated: Oct 1st, 2022


Google NewsGoogle News
દશેરા પૂર્વે સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા હતા. 

દરમિયાન, દેશમાં આયાત થતા સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના નિર્દેશો હતા અને તેના પગલે દશેરા પૂર્વે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

સોનાની આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૫૪૯ વાળી ૫૩૩ ડોલર કરવામાં આવી છે જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોદીઠ ૬૩૮ વાળા ૬૦૮ ડોલર થયાના સમાચાર મળ્યા હતા.

 મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૦૧૦૧ વાળા રૂ.૫૦૦૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૦૩૦૨ વાળા રૂ.૫૦૨૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૫૬૩૩૮ વાળા રૂ.૫૬૩૦૦ રહ્યા હતા.

મુંબઈ બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૫૧૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૧૮૦૦ તથા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૫૭૫૦૦ના મથાળે શાંત હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૬૬૮થી ૧૬૬૯ વાળા નીચામાં ૧૬૫૯થી ૧૬૬૦ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૧૬૬૦થી ૧૬૬૧ ડોલર રહ્યાના સમાચાર હતા.વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૮૧.૩૫થી ફરી ઉછળી રૂ.૮૧.૬૧થી ૮૧.૬૨ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૧૮.૯૮થી ૧૮.૯૯ વાળા ૧૮.૭૭ થઈ ઉંચામાં ૧૯.૨૯ થઈ છેલ્લે ૧૯.૦૨થી ૧૯.૦૩ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યાના નિર્દેશો હતા.ન્યુયોર્ક ક્રુડના ભાવ બેરલદીઠ ૮૦.૪૧ વાળા ૭૯.૧૪ થઈ છેલ્લે ૭૯.૪૯ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રુડના ભાવ ૮૮.૨૫ વાળા નીચામાં ૮૫.૦૦ થઈ ૮૫.૧૪ ડોલર રહ્યા હતા.

bullion

Google NewsGoogle News