રેકોર્ડ તેજી : સેન્સેક્સે 83000ની સપાટી કુદાવી
- રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.60 લાખ કરોડનો વધારો
- કામકાજના અંતે સેન્સેક્સમાં 1440 જ્યારે નિફટીમાં 470 પોઇન્ટનો ઊછાળો
- સ્મોલ-મિડકેપ શેરોમાં આક્રમક તેજી : 128 કંપનીના શેર ઓલટાઇમ હાઇ સપાટીએ
અમદાવાદ : ચીન દ્વારા મોર્ગેજ પ્રોપર્ટી પરના વ્યાજદરમાં ઘટાડો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ તેજી પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ આગઝરતી તેજી ઉદ્ભવી હતી. વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સે ઈતિહાસમાં પ્રથમ વખત ૮૩૦૦૦ની સપાટી કુદાવી રેકોર્ડ સર્જ્યો હતો. જ્યારે નિફટીએ આજે ૨૫૪૩૩ની નવી લાઇફટાઇમ હાઇને સ્પર્શ્યો હતો. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૬૦ લાખ કરોડનો વધારો થયો હતો.
અર્થતંત્રને વેગ આપવા ચીન દ્વારા મોર્ગેજ પ્રોપર્ટી પરના વ્યાજદરમાં ઘટાડો કરવાના પગલા તેમજ અમેરિકા-ચીન વચ્ચે વાટાઘાટો યોજવા સહિતના અન્ય અહેવાલો પાછળ આજે એશિયાઈ-યુરોપના બજારોમાં તેજી ઊદ્ભવી હતી. આ અહેવાલોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો સહિત રોકાણકારો, ખેલાડીઓ તેમજ ઓપરેટરો દ્વારા હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ તેજીની ચાલ ઝડપથી આગળ વધતા બેઉ મુખ્ય ઇન્ડેક્સમાં નવો વિક્રમ રચાયો હતો.
ભારતીય શેરબજારોએ ગુરૂવાર, સપ્ટેમ્બર ૧૨, ૨૦૨૪ના રોજ વેપારના છેલ્લા કલાકમાં તોફાની તેજી કરી હતી. સેન્સેક્સ ૧,૫૯૩ પોઈન્ટ અથવા ૨ ટકા વધીને ૮૩,૧૧૬ ઇન્ટ્રાડેની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સે આજે પ્રથમ વખત ૮૩,૦૦૦નો આંકડો પાર કર્યો હતો. નિફટી ૫૦ પણ ૪૧૫ પોઈન્ટ વધીને ૨૫,૪૩૩ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જે પ્રથમ વખત ૨૫,૪૦૦ની સપાટીને વટાવી ગયો હતો.
કામકાજના અંતે સેન્સેક્સ ૧,૪૩૯.૫૫ પોઈન્ટ અથવા ૧,૭૭ ટકા વધીને ૮૨,૯૬૨.૭૧ પર બંધ થયો હતો. બીજી તરફ નિફટી ૪૭૦.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકા વધીને ૨૫,૩૮૮.૯૦ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલી ઊછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૬૦ લાખ કરોડનો વધારો થતા અંતે રૂ. ૪૬૭.૩૬ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૭૬૯૫ કરોડની જંગી લેવાલી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ આજે રૂ. ૧૮૦૦ કરોડની વેચવાલી હાથ ધરી હતી.
આજે સ્મોલકેપ તેજમ મિડકેપ શેરોમાં આક્રમક નવી લેવાલી નીકળી હતી. જેના પગલે બીએસઈ ખાતે ૨૩૩૭ શેરો પોઝિટિવ બંધ રહ્યા હતા. આજે કુલ ૧૨૮ શેરો ઓલટાઈમ હાઇ સપાટીએ પહોંચી ગયા હતા. જે પૈકી ૨૯ શેરો એ ગુ્રપના ૨૬ શેરો બી ગુ્રપના અને બાકીના ૭૩ શેરો અન્ય ગુ્રપના હતા.
સેન્સેક્સની આગેકૂચ
સપાટી |
હાંસલ થયા તારીખ |
૭૦૦૦૦ |
૧૧ ડિસે.૨૩ |
૭૫૦૦૦ |
૯ એપ્રિલ ૨૪ |
૮૦૦૦૦ |
૩ જુલાઈ ૨૪ |
૮૧૦૦૦ |
૧૮ જુલાઈ ૨૪ |
૮૨૦૦૦ |
૧ ઓગસ્ટ ૨૪ |
૮૩૦૦૦ |
૧૨ સપ્ટે. ૨૪ |
સેક્ટોરલ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે
ઇન્ડેક્સ |
હાઇ |
વૃદ્ધિ |
એફએમસીજી |
૨૩૮૬૯.૩૭ |
૦.૯૭% |
હેલ્થકેર |
૪૪૩૪૭.૭૧ |
૧.૧૦% |
કન્ઝયુમર ડયુરે. |
૬૬૧૪૮.૮૯ |
૧.૫૪% |
ટેકનોલોજી |
૨૦૧૭૧.૪૪ |
૨.૦૬% |