Get The App

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક : ઊંચા ભાવ વચ્ચે ગેરકાયદેસર ગોલ્ડ માઇનિંગ વધ્યું

- ડોલર ઉંચકાયો : ડોલર ઇન્ડેક્સમાં ૧૪ માસનો મોટો ઘટાડો

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક : ઊંચા ભાવ વચ્ચે ગેરકાયદેસર ગોલ્ડ માઇનિંગ વધ્યું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે કીંમતી ધાતુઓના ભાવ ઊંચા મથાળેથી ધીમો ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોની વેચવાલી બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૭૮થી ૨૭૭૯વાળા ઘટી નીચામાં ૨૭૫૩થી ૨૭૫૪ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૭૭૦થી ૨૭૭૧ ડોલર રહ્યાના સમાચાર હતા. 

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશ દીઠ ૩૦.૯૨વાળા ૩૦.૫૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામાના જીએસટી વગર ૯૯.૫૦ના રૂપિયા ૮૦૦૨૬વાળા રૂપિયા ૮૦,૦૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૮૦૩૪૮ વાળા રૂા. ૮૦૩૦૦ બોલાઈ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ કિલો દીઠ જીએસટી વગર રૂા. ૯૧૨૧૧ વાળા રૂા. ૯૦૭૦૦ રહ્યા હતા.  

અમદાવાદ ઝવેરી બજારમાં આજે રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી. અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂા. ૮૨૮૦૦ જ્યારે ૯૯.૯૦ના રૂા. ૮૩૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂા. ૯૧૦૦૦ બોલાઈ રહ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે  ડોલરના ભાવ ઘટતા અટકી રૂા. ૮૬.૨૧ વાળા ફરી વધી રૂા. ૮૬.૨૬ બોલાતા થયા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચા જતા વિવિધ દેશોમાં સોનાની ખાણોમાં ગેરકાયદે ગોલ્ડ માઇનિંગ વધ્યું છે. બ્રાઝિલમાં નાર્કોઝ વિસ્તારમાં આવી પ્રવૃત્તિ એમોઝોન ખાતે વધ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ ૯૫૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડિયમના ભાવ ૯૮૮ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૧૭ ટકા માઇનસમાં રહ્યા હતા. દરમિયાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ડિજિટલ ડોલરની રચના સામે પ્રતિબંધ મૂકતા સેન્ટ્ર બેન્કની ડિજિટલ કરન્સીનો વિરોધ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યાના નિર્દેશો હતા.

વિશ્વ બજારમાં ડોલરનો ઇન્ડેક્સ આ સપ્તાહમાં ગબડતા છેલ્લા ૧૪ મહિનાનો સૌથી નબળો સપ્તાહ આ ઇન્ડેક્સ માટે જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ડ ક્રૂડના ભાવ ૭૮.૭૧ વાળા નીચામાં ૭૭.૬૦ થઈ છેલ્લે ૭૮.૫૦ ડોલર રહ્યા હતા. 


bullion

Google NewsGoogle News