Get The App

વિક્રમી તેજીને વિરામ : એફએમસીજી, ફાર્મા, આઈટી શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ

- બે-તરફી વધઘટના અંતે સેન્સેક્સ ૮ પોઈન્ટ ઘટીને ૭૫૪૧૦ : નિફટી ૧૧ પોઈન્ટ ઘટીને ૨૨૯૫૭

- વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ ઝડપી પીછેહઠ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
વિક્રમી તેજીને વિરામ : એફએમસીજી, ફાર્મા, આઈટી શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ 1 - image


મુંબઈ : ભારતીય શેર બજારોમાં વિક્રમી તેજીને આજે સપ્તાહના અંતે વિરામ અપાયો હતો. અમેરિકા, યુરોપના દેશોમાં ફરી મોેઘવારીમાં વધારાના પરિણામે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડામાં વિલંબ થવાના અહેવાલે ગઈકાલે અમેરિકી શેર બજારોમાં ડાઉ  જોન્સમાં ૬૦૬ પોઈન્ટના કડાકા બાદ આજે એશીયાના દેશોમાં સાર્વત્રિક ધોવાણ થતાં અને વૈશ્વિક નોન-ફેરસ મેટલમાં કોપરના ભાવમાં કડાકા સાથે ક્રુડ ઓઈલના ભાવ ઓપેકના પોઝિટીવ આઉટલૂક છતાં ભાવ ઘટી આવતાં વૈશ્વિક બજારો પાછળ આજે ભારતીય શેર બજારોમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ બે-તરફી સાંકડી વધઘટના અંતે ૭.૬૫ પોઈન્ટ ઘટીને ૭૫૪૧૦.૩૯ અને નિફટી સ્પોટ ૧૦.૫૫ પોઈન્ટ ઘટીને ૨૨૯૫૭.૧૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૮ પોઈન્ટ ઉછળ્યો

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની અવિરત આક્રમક ખરીદી થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૮.૦૭ પોઈન્ટ ઉછળીને ૭૦૨૩૫.૪૯ બંધ રહ્યો હતો. ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૩૭.૮૫ ઉછળીને રૂ.૧૨૮૨.૬૦, ટીમકેન રૂ.૨૪૦.૭૦ વધીને રૂ.૪૧૦૧, ભારત ફોર્જ રૂ.૭૯.૮૫ વધીને રૂ.૧૫૭૩.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૧૧.૨૫ વધીને રૂ.૫૧૬૦.૯૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૯.૮૦ વધીને રૂ.૩૬૨૫.૯૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૫૫.૬૦ વધીને રૂ.૬૨૧૨.૪૦ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં વેચવાલી

એફએમસીજી શેરોમાં આઈટીસી સહિતના નબળા પરિણામે ફંડો વેચવાલ રહ્યા હતા. આઈટીસીનો નફો એક ટકા ઘટીને આવતાં શેર રૂ.૫.૧૦ ઘટીને રૂ.૪૩૬.૧૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૨૩૬૬.૧૫, બ્રિટાનીયા રૂ.૩૮.૭૫ ઘટીને રૂ.૫૨૪૨.૧૫ રહ્યા હતા. જો કે બુ્રવરીઝ  કંપનીઓના શેરોમાં સિલેક્ટિવ તેજી રહી હતી. સોમ ડિસ્ટીલરીઝ રૂ.૧૪.૭૦ વધીને રૂ.૧૪૧.૩૦, જીએમ બ્રિવરીઝ રૂ.૩૯.૫૫ વધીને રૂ.૬૭૩.૪૫, બલરામપુર ચીની રૂ.૧૧.૩૫ વધીને રૂ.૩૮૮.૩૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૬.૭૫ વધીને રૂ.૪૯૮૬.૩૦ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૧૯૦ પોઈન્ટ ઘટયો 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી અમેરિકા પાછળ સાવચેતીમાં તેજીનો વેપાર ઘણા શેરોમાં હળવો થયો હતો. ટીસીએસ રૂ.૪૪.૩૫ ઘટીને રૂ.૩૮૫૦.૭૫, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૧૩૨૧.૯૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૮૦.૫૫ ઘટીને રૂ.૭૫૪૪, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૧૩૪૨.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૮૯.૯૦ પોઈન્ટ ઘટીને ૩૪૫૧૭.૧૯ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ ઘટતાં ઓઈલ શેરોમાં આકર્ષણ

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેકના પોઝિટીવ આઉટલૂક છતાં ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ ૬૬ સેન્ટ ઘટીને ૮૦.૭૦ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૬૭ સેન્ટ ઘટીને ૭૬.૨૦ ડોલર નજીક આવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ગેઈલ રૂ.૩.૯૫ વધીને રૂ.૨૦૪.૪૦,  એચપીસીએલ રૂ.૭.૪૫ વધીને રૂ.૫૪૩.૦૫, બીપીસીએલ રૂ.૬.૬૫ વધીને રૂ.૬૫૪ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૩.૭૩ પોઈન્ટ વધીને ૨૯,૫૬૨.૬૨ બંધ રહ્યો હતો.

FIIની રૂ.૯૪૫ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ,  એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૩૬૭૦.૯૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૧૧,૫૬૪.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૦૯.૦૨  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૩૨૦.૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૪૭૫.૭૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૫૫.૩૮ કરોડની વેચવાલી થઈ હતી.


sensex

Google NewsGoogle News