'અમેરિકામાં 2023માં રેકોર્ડ 1400 CEOએ રાજીનામાં આપ્યાં', 2022થી આ આંકડો 50% વધુ

આ સેક્ટરમાંથી ચાલુ વર્ષે 350 લોકોએ રાજીનામા ધર્યા જે ગત વર્ષની તુલનાએ 85 ટકા વધુ

જોકે આ CEOમાં 22 ટકા એવા પણ છે જેઓ નિવૃત્ત થયા છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
'અમેરિકામાં 2023માં રેકોર્ડ 1400 CEOએ રાજીનામાં આપ્યાં', 2022થી આ આંકડો 50% વધુ 1 - image

image : Envato 



Reports On CEO Resignation in USA| અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. માહિતી અનુસાર અમેરિકામાં મોટાપાયે સીઈઓ (CEO)એ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે જ આશરે 1400 જેટલાં મુખ્ય કાયર્કારી અધિકારીઓએ (CEO) રાજીનામા ધરી દીધા છે. 

2022થી આ આંકડો 50 ટકા વધુ 

જોકે 2022ના આંકડા સાથે CEOના રાજીનામાઓની તુલના કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 50 ટકાથી વધુ CEO રાજીનામા આપી ચૂક્યા છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે 2022માં રેકોર્ડ લેવલ પર રાજીનામા પડ્યા હતા પણ 2023માં સૌથી વધુ CEO નોકરી છોડી છે. આ ડેટામાં ઓછામાં ઓછા 10 કર્મચારીઓ અને બે વર્ષ સુધી અમેરિકી કંપનીઓ સાથે CEO પદ પર જોડાઈ રહેલા અધિકારીઓને જ સામેલ કરાયા છે. 

નોકરી છોડવાનું કારણ શું?

કોરોના મહામારી અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. બીજી બાજુ CEOએ પણ રેકોર્ડ લેવલ પર રાજીનામા આપ્યા છે. જોકે મહામારી બાદ સ્થિતિ થોડીક સચવાઈ છે. 

સૌથી વધુ આ ક્ષેત્રના CEO પદ છોડી ગયા 

સરકારી અને બિન લાભકારી ક્ષેત્રમાં સૌથી વધુ સીઈઓએ રાજીનામા આપ્યા હતા. આ સેક્ટરમાંથી ચાલુ વર્ષે 350 લોકોએ રાજીનામા ધર્યા જે ગત વર્ષની તુલનાએ 85 ટકા વધુ છે. બીજા ક્રમે ટેક્નોલોજી સાથે સંકળાયેલા CEO સામેલ છે અને તેમની સંખ્યા 140 જેટલી રહી છે જે 50 ટકા વધુ છે. જોકે આ CEOમાં 22 ટકા એવા પણ છે જેઓ નિવૃત્ત થયા છે. ગત વર્ષે કુલ 24 ટકા સીઈઓ નિવૃત્ત થયા હતા. જોકે આવું કેમ થઈ રહ્યું છે તેનું કોઈ મજબૂત કારણ સામે આવ્યું નથી. તેમાંથી મોટાભાગના સીઈઓ કંપનીના બોર્ડમાં સામેલ થઈ ગયા છે કે પછી સલાહકાર તરીકે કામ ચાલુ રાખ્યું છે. જ્યારે મોટાભાગના લોકો બીજી કંપનીઓમાં જવાબદારી સંભાળી રહ્યા છે. 

'અમેરિકામાં 2023માં રેકોર્ડ 1400 CEOએ રાજીનામાં આપ્યાં', 2022થી આ આંકડો 50% વધુ 2 - image


Google NewsGoogle News