Get The App

ડિજિટલ એરેસ્ટ સામે RBIના પગલાં bank.in અને fin.in ડોમેન

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
ડિજિટલ એરેસ્ટ સામે RBIના પગલાં bank.in અને fin.in ડોમેન 1 - image


- ડિજિટલ છેતરપિંડી અટકાવવા

- બેંકોએ આ ડોમેન પર શિફ્ટ થવું ફરજિયાત કરાશે જેથી દેશભરમાં બેંકોના રૂટ થકી થતા ફાઈનાન્શિયલ ફ્રોડને અટકાવી શકાય

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરી, ૨૦૨૫ની એમપીસી મીટિંગમાં ડિજિટલ છેતરપિંડીના વધતા કિસ્સાઓ અંગે ફરી ચિંતા વ્યક્ત કરી છે. ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ વ્યવહારોમાં વધારા સાથે સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જેને રોકવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. આ દિશામાં દેશભરની ફાઇનાન્શિયલ સંસ્થાઓ માટે એક અલગ જ ડોમેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.ભારતમાં એપ્રિલ, ૨૦૨૫થી બેંકો માટે બેંક ડોટ ઈન ડોમેન શરૂ કરવામાં આવશે. ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ સેવાઓ સુનિશ્ચિત કરાવવા અને નકલી વેબસાઇટ્સથી સુરક્ષિત રાખવા આ ડોમેન ફક્ત અધિકૃત બેંકો માટે જ ઉપલબ્ધ રહેશે. બેંકોના રજિસ્ટ્રેશન અને સમગ્ર ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ બેંકોને આ ડોમેન આરબીઆઈ જ આપી શકશે.રિઝર્વ બેંક એપ્રિલ, ૨૦૨૫થી બેંકિંગ સેવાઓ આપતી સંસ્થા માટે બેંક ડોટ ઈન તો જ્યારે નોન-બેંકિંગ નાણાંકીય સંસ્થાઓ માટે ફિન ડોટ ઈન ડોમેન આપવાની શરૂઆત કરશે અને દરેક બેંકે આ ડોમેન પર શિફ્ટ થવું ફરજિયાત કરાશે જેથી દેશભરમાં બેંકોના રૂટ થકી થતા ફાઈનાન્શિયલ ફ્રોડને અટકાવી શકાય.


Google NewsGoogle News