આરબીઆઈ રિટેલ રોકાણકારો માટે એપ બનાવશે, ટ્રાન્જેક્શન ફી ઘટતાં નફો વધવાની શક્યતા

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
આરબીઆઈ રિટેલ રોકાણકારો માટે એપ બનાવશે, ટ્રાન્જેક્શન ફી ઘટતાં નફો વધવાની શક્યતા 1 - image


RBI Make App for Retail Investors: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે રિટેલ રોકાણકારો માટે એક એપ બનાવવાની જાહેરાત કરી છે. જે ગવર્મેન્ટ બોન્ડ અને સિક્યુરિટીઝમાં રોકાણ કરવામાં સરળતા આપશે. આ એપ મારફત રિટેલ રોકાણકાર સરળતાથી અને સુરક્ષિત રોકાણ કરી શકશે. આ રિટેલ ડાયરેક્ટ સ્કીમ એપ (Retail Direct Scheme App) રિટેલ રોકાણકારને સીધુ સ્કીમમાં રોકાણ કરવાની તક આપશે. એપ મારફત ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ, બોન્ડમાં રોકાણ હિસ્સો વધારી શકાશે.

જાણો કેવી રીતે કામ કરશે

રિટેલ ડાયરેક્ટ સ્કીમ એપ અન્ય રોકાણ એપ્લિકેશન્સની માફક કામ કરશે. જેમાં રોકાણકાર પોતાના પોર્ટફોલિયો પર સરળતાથી દેખરેખ રાખવા ઉપરાંત માર્કેટ ડેટા પણ એક્સેસ કરી શકશે. આરબીઆઈના મતે, આ એપ રોકાણકારોને યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ ઉપલબ્ધ કરાવશે. જેની મદદથી કેન્દ્ર સરકાર દ્વારા જારી G-sec, બોન્ડ, ટ્રેઝરી બીલ્સ, સ્ટેટ ગવર્મેન્ટની સિક્યુરિટીઝ, સોવરિન ગોલ્ડ બોન્ડ, ફ્લોટિંગ રેડ સેવિંગ્સ જેવી ગવર્મેન્ટ-સિક્યુરિટીઝ સહિતના વિકલ્પોમાં સીધુ રોકાણ કરી શકશે.

એપ મારફત રોકાણકારો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ (RDG) પણ ખોલાવી શકશે. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ (G-sec) જાહેર લોન અને અન્ય હેતુઓ પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા ફંડ એકત્ર કરવા ઈશ્યૂ કરવામાં આવતી સિક્યુરિટી છે. આરબીઆઈના ટ્રેડિંગ સિસ્ટમ એનડીએસ ઓએમ મારફત સેકેન્ડરી માર્કેટમાં પણ રોકાણની તકો પ્રદાન થાય છે.

આ ફીચર્સ મળશે

એપ્લિકેશનમાં એકાઉન્ટ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ ટ્રેકિંગ, વ્યાજ જમા થવુ અને ગ્રાહકોના બેન્ક એકાઉન્ટ અને ઓનલાઈન કસ્ટમર સપોર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થવાની શક્યતા છે. રિટેલ રોકાણકાર નીચી ટ્રાન્જેક્શન ફી સાથે આ એપનો લાભ લઈ શકે છે. જેમાં મધ્યસ્થીઓની દખલગીરી અને તેમના દ્વારા લેવામાં આવતા કમિશન ચાર્જ ન હોવાથી ટ્રાન્જેક્શન ફી સસ્તી થશે.

આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ 2021માં લોન્ચ

આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ 2021માં રોકાણકારોને સુવિધા આપવા અર્થે લોન્ચ થયુ હતું. આ નેટ બેન્કિંગ અને યુપીઆઈ સંચાલિત વેબ પ્લેટફોર્મ પર રિટેલ રોકાણકાર આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ વેબસાઈટ પર લોગઈન કરી ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે છે. જેમાં મફતમાં રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ ખોલાવી અને મેઈનટેન કરી શકાય છે. જેમાં સેકેન્ડરી માર્કેટમાં કોઈપણ મધ્યસ્થીની દખલગીરી વાન સીધુ રોકાણ અને ટ્રેડિંગ કરવાની મંજૂરી મળે છે.


Google NewsGoogle News