'બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે...' RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વર્તમાન સમયમાં ચોતરફી પડકારો સામે આવી રહ્યા છે

કહ્યું - શોર્ટ ટર્મમાં ક્યાંક ને ક્યાંક બેન્કો સાથે ઈકોનોમીને પણ ખતરો હોઈ શકે છે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
'બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે...' RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન 1 - image


RBI Update on Inflation: દેશમાં વધતી જતી મોંઘવારી અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વર્તમાન સમયમાં ચોતરફી પડકારો સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. એટલા માટે અમે મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે. સાથે જ ગત 1.5 વર્ષમાં જે નિર્ણયો આરબીઆઈએ લીધા છે તેનાથી દેશમાં સ્થિતિ સ્થિર રહી છે. 

રિસ્ક વેટેજનો કર્યો ઉલ્લેખ 

ગવર્નર શક્તિકાંત દાસે રિસ્ક વેટેજ મામલે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારે મંથન બાદ આ નિર્ણય લેવાયો છે. એટલા માટે બેન્કોએ લાંબા પ્લાન પર કામ કરવાની જરૂર છે. શોર્ટ ટર્મમાં ક્યાંક ને ક્યાંક બેન્કો સાથે ઈકોનોમીને પણ ખતરો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આરબીઆઈએ અનસિક્યોર્ડ લોન પર રિસ્ક વેટેજ 25 ટકાના દરે વધારી દીધો હતો. જેના બાદથી બેન્કોએ વધારે રિઝર્વ અનસિક્યોર્ડ લોન માટે બનાવવું પડી રહ્યું છે.

હાલ કન્ઝ્યૂમર લોન્ સુધી જ મર્યાદિત 

ગવર્નર શક્તિકાંતે કહ્યું કે હાલમાં બેન્ક પર્સનલ લોનની સાથે ઓટો સેક્ટરમાં પણ ઝડપથી લોન આપી રહી છે. એટલા માટે કંઝ્યૂમર લોન્ સુધી જ રિસ્ક વેટેજને વધારાયું છે. અનસિક્યોર્ડ લોનથી દેશની ઈકોનોમી પર પ્રેશર વધે છે એટલા માટે રિસ્ક વેટેજનો નિર્ણય ઠીક છે. બેન્કોએ ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપવું જોઇએ. 

મોંઘવારી પર આ છે ભવિષ્યની યોજના 

મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આરબીઆઈએ રેપો રેટ માર્કેટમાં સ્થિતિ મુજબ ફેરફાર કર્યા છે. અમારી નજરો દેશની મોંઘવારી પર છે. રિટેલના પરિણામ આશા પ્રમાણેના જ છે તેમ છતાં અમારી નજર રેપો રેટ પર છે. જ્યારે ભારતીય રૂપિયાએ પણ અમેરિકી માર્કેટના પ્રેશરમાં ખુદને વધારે તૂટવા નથી દીધો. 

'બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે...' RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન 2 - image



Google NewsGoogle News