Get The App

ગોલ્ડ લોન આપવામાં મોટી ગડબડી સામે આવતા RBI ભડકી, જાહેર કર્યો નવો પરિપત્ર, જાણો મામલો

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
RBI Gold Loan Circular


RBI Gold Loan Circular : ગોલ્ડ લોન આપવામાં ગેરરીતિ સહિતની અનિયમિતતાઓ સામે આવ્યા બાદ બેન્કિંગ સેક્ટરની રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેંક (RBI)ની ચિંતા વધી ગઈ છે, જેના કારણે આરબીઆઈએ રેગ્યુલેટમાં સામેલ તમામ નાણાંકીય સંસ્થાઓને સર્ક્યુલર જાહેર કરી ચેતવણીભર્યો આદેશ આપ્યો છે. તેણે છે કે, પરિપત્રમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે અને ગોલ્ડ આપતી વખતે થતી બેદરકારી સામે તુરંત કાર્યવાહી કરવામાં આવે. આરબીઆઈએ તાજેતરમાં ગોલ્ડ લોનના વિતરણને લઈને નાણાકીય સંસ્થાઓમાં એક વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી, જેમાં ગંભીર બેદરકારીઓ સામે આવ્યા બાદ આ સર્ક્યુલર બહાર પાડ્યો છે.

ગોલ્ડ લોન આપવામાં મોટી બેદરકારી

તપાસ દરમિયાન ગોલ્ડ જ્વેલરીના બદલે અપાતી ગોલ્ડ લોનમાં કેટલીક ખામીએ સામે આવી છે, જેને ધ્યાને લઈને આરબીઆઈએ કહ્યું કે, લોનના સોર્સિંગ અને અપ્રેજલમાં થર્ડ પાર્ટીના થતા ઉપયોગમાં ઘણી ખામીઓ જોવા મળી છે. ખામીમાં ગ્રાહકની ગેરહાજરીમાં ગોલ્ડનું વેલ્યૂએશન નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ગોલ્ડ લોન આપતી વખતે તપાસ અને દેખરેખ પણ કરાતી નથી. ગ્રાહક ડિફોલ્ટ થયા બાદ ગોલ્ડની હરાજી કરતી વખતે પારદર્શિતા પણ જાળવવામાં આવતી નથી. લોન ટૂ વેલ્યૂની મોનિટરિંગ પણ ખૂબ જ નબળી છે. રિસ્ક-વેટમાં પણ ખોટી એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

RBIએ તમામ નિયમનકારી સંસ્થાઓને આપ્યો આ આદેશ

આ ખામીઓ સામે આવ્યા બાદ આરબીઆઈએ તમામ નિયમકારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે, ગોલ્ડ લોન સંબંધિત પોતાની પોલિસી, પ્રોસેસ અને પ્રેક્ટિસની સમીક્ષા કરે અને ખામીઓને ઓળખી તેમાં સુધારો કરે. આરબીઆઈએ સમય મર્યાદાની અંદર આ બાબતોને સુધારવા માટે તમામ પગલાં ભરવા પણ કહ્યું છે. આ ઉપરાંત ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં વધુ વૃદ્ધિ થયા બાદ ગોલ્ડ લોન પોર્ટફોલિયોનું ખૂબ જ ધ્યાનપૂર્વક મોનિટર કરવા પણ સૂચના આપી છે. આરબીઆઈને આઉટસોર્સ પ્રવૃત્તિઓ અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને નિયંત્રિત કરવા માટે કહ્યું છે.

જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો પગલા ભરાશે: RBIની ચેતવણી

આરબીઆઈના સર્ક્યુલરમાં કહેવાયું છે કે, ‘તમામ નિયમનકારી સંસ્થાઓ સર્ક્યુલર જાહેર થયાના ત્રણ મહિનાની અંદર પોતે કરેલી કાર્યવાહી સહિતની તમામ માહિતી આરબીઆઈના સીનિયર સુપરવાઈઝર મેનેજરને આપે. જો સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગંભીર પગલા ભરવામાં આવશે.

ગોલ્ડ લોન આપવામાં મોટી ગડબડી સામે આવતા RBI ભડકી, જાહેર કર્યો નવો પરિપત્ર, જાણો મામલો 2 - image

ગોલ્ડ લોન આપવામાં મોટી ગડબડી સામે આવતા RBI ભડકી, જાહેર કર્યો નવો પરિપત્ર, જાણો મામલો 3 - image

ગોલ્ડ લોન આપવામાં મોટી ગડબડી સામે આવતા RBI ભડકી, જાહેર કર્યો નવો પરિપત્ર, જાણો મામલો 4 - image

ગોલ્ડ લોન આપવામાં મોટી ગડબડી સામે આવતા RBI ભડકી, જાહેર કર્યો નવો પરિપત્ર, જાણો મામલો 5 - image


Google NewsGoogle News