Get The App

UPI ક્રાંતિ બાદ હવે આરબીઆઈ ULI લાવશે, MSME- ખેડૂતોને ઝડપી લોન મળશે

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
RBI Launch ULI


RBI Will Launch ULI For Instant Loan: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સુવિધા વિશ્વમાં પ્રચલિત બની છે. આરબીઆઈ આ સફળતા બાદ હવે લોન સેક્ટરમાં ક્રાંતિ લાવવામાં માટે દેશમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ અર્થાત ULI લાવવાની તૈયારી કરી રહ્યા છે. જેની મદદથી ઝડપથી અને સરળતાથી લોન ઉપલબ્ધ થશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતાં આ અંગે માહિતી આપી હતી.

યુપીઆઈની જેમ ULI પણ ક્રાંતિ લાવશે

આરબીઆઈએ લોન સેક્ટરમાં કામને સરળ અને સુલભ બાનવવાના ઉદ્દેશ સાથે ગતવર્ષે ULIના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે ટૂંકસમયમાં જ લોન્ચ થવાનો અંદાજ છે. જેની મદદથી નાના અને ગ્રામીણ ક્ષેત્રોના લોકો સરળતાથી અને ઝડપથી લોન મેળવી શકશે. આ સુવિધા યુપીઆઈની જેમ જ ડિજિટલ લોન ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. 

આ પણ વાંચોઃ કર્મચારીઓ માટે UPS અને NPSમાંથી કઈ પેન્શન સ્કીમ યોગ્ય રહેશે? જાણો નિષ્ણાતો શું કહે છે

ખેડૂતો અને એમએસએમઈને થશે લાભ

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બેન્કિંગ સર્વિસિઝના ડિજિટાઈઝેશનની ક્રાંતિને આગળ વધારતાં ગતવર્ષે આ પ્લેટફોર્મના ટેસ્ટિંગ શરૂ કર્યા હતા. જે હવે કોઈપણ અડચણ વિના લોન પ્રક્રિયાને સરળ બનાવે છે. લોન્ચિંગ પર ખાસ કરીને ખેડૂતો અને એમએસએમઈને ઝડપથી લોન મળી શકશે. આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે, જુદા-જુદા રાજ્યોના લેન્ડિંગ રેકોર્ડ સહિત અન્ય ડેટા પણ હશે, જેની મદદથી નાના અને ગ્રામીણ ક્ષેત્રોમાં લોન લેનારાઓ માટે લોન મંજૂરીમાં લાગતો સમય બચશે.

લોન માટે વધુ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે નહીં

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ બેન્કિંગ સેવાઓના ડિજિટાઈઝેશનનો હિસ્સો છે. ULI ડિજિટલ ડેટા ઉપલબ્ધ કરાવે છે, જેમાં તમામ ડેટા પ્રોવાઈડર્સ પાસેથી લોન લેનારાઓનો રેકોર્ડ પણ સામેલ  છે. જેની મદદથી ક્રેડિટ વેલ્યૂએશનમાં લાગતો સમય ઘટશે.

ULI સુવિધા

ULI જુદા-જુદા સોર્સિંસ પાસેથી માહિતી એકત્ર કરે છે, જેના લીધે લોન માટે અરજી કરનારાએ વધુ પડતાં ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર પડશે નહીં. અને સરળતાથી લોન મળી શકશે. ULI પ્લેટફોર્મ પર ગ્રાહકોની આધાર, ઈ-કેવાયસીની સાથે લેન્ડિંગ રેકોર્ડ, પાન અને એકાઉન્ટ સંબંધિત માહિતી જુદા-જુદા સોર્સિંસ પાસેથી એકત્રિત કરવામાં આવતી હોવાથી સમયની બચત થશે. 

UPI ક્રાંતિ બાદ હવે આરબીઆઈ ULI લાવશે, MSME- ખેડૂતોને ઝડપી લોન મળશે 2 - image


Google NewsGoogle News