Get The App

કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક 1 - image


Kotak Mahindra Bank Credit Card : ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક કોટક મહિન્દ્રાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો. RBIએ ઓનલાઈન અને મોબાઈલ બેંકિગ ચેનલોના માધ્યમથી નવા ગ્રાહકોને જોડવા પર રોક લગાવી દીધી છે. આ અંગે RBIએ કહ્યું છે કે, કોટક મહિન્દ્રા બેંકના હાલના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને રાબેતા મુજબ તમામ સેવા મળતી રહેશે.

RBIએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે, 2022 અને 2023 માટે ભારતીય રિઝર્વ બેંકના આઈટી એક્ઝામિનેશન દરમિયાન બેંકમાં કેટલીક પ્રકારની ખામીઓને લઈને ચિંતા વ્યક્ત કરાઈ હતી. કોટક મહિન્દ્રા બેંક નિયત સમયમાં આ ચિંતાઓનું સમાધાન લાવવામાં નિષ્ફળ નિવડી છે. રોબસ્ટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવમાં બેંકની કોર બેંકિંગ સિસ્ટમ અને તેના ઓનલાઈન અને ડિજિટલ બેંકિંગ ચેનલ્સે ગત બે વર્ષમાં કેટલીક વખત આઉટેજનો સામનો કર્યો છે. આ મહિને 15 એપ્રિલ 2024એ પણ સર્વિસ ઠપ પડી ગઈ હતી, જેનાથી બેંકના ગ્રાહકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે.

RBIના અનુસાર, કોટક મહિન્દ્રા બેંક પોતાની સાથે આઈટી સિસ્ટમને મજબૂત કરવામાં નિષ્ફળ રહી છે. ગત બે વર્ષોમાં RBIએ સતત આઈટી સિસ્ટમ્સની મજબૂતી અને મુશ્કેલીઓને દૂર કરવા માટે બેંકના ટોપ મેનેજમેન્ટની સાથે સંપર્કમાં રહ્યું છે. પરંતુ પરિણામ સંતોષકારક ન રહ્યું.

RBIના અનુસાર, ડિઝિટલ ટ્રાન્જેક્શનના વૉલ્યૂમમાં જોરદાર તેજી જોવા મળી છે જેમાં ક્રેડિટ કાર્ડ્સથી જોડાયેલા ટ્રાન્જેક્શન પણ સામેલ છે. તેનાથી આઈટી સિસ્ટમ પર ભાર વધ્યો છે. જેના કારણે RBIના કસ્ટમર્સના હિતોનું ધ્યાન રાખતા બેંક પર બિઝનેસ પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લીધો છે જેનાથી લાંબા સમયના આઉટેજને રોકી શકાય. કારણ કે તેનાથી બેંકના કસ્ટમર સર્વિસને તો અસર થશે જ સાથે ડિજિટલ બેંકિંગ અને પેમેન્ટ સિસ્ટમ્સના ફાઈનાન્શિયલ ઇકોસિસ્ટમને પણ ઝટકો લાગશે.

કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક 2 - image

કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યૂ કરવા પર લગાવી રોક 3 - image


Google NewsGoogle News