RBIએ તેના ડિજિટલ કરન્સી પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવા માટે પાંચ બેંકોને શોર્ટલિસ્ટ કરી

- રિટેલ ડિજિટલ રૂપિયા પોજેકટને રોલ આઉટ કરવા માટે ટૂંક સમયમાં કેટલાક ગ્રાહક અને વેપારી ખાતા પસંદ કરવામાં આવશે

Updated: Nov 16th, 2022


Google NewsGoogle News
RBIએ તેના ડિજિટલ કરન્સી પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવા માટે પાંચ બેંકોને શોર્ટલિસ્ટ કરી 1 - image


મુંબઈ : RBIએ રિટેલ માર્કેટ માટે તેની ડિજિટલ કરન્સી-ડિજિટલ રૂપિયા-માટે પાઈલટ પ્રોજેક્ટ પર તેની સાથે કામ કરવા માટે ઓછામાં ઓછી પાંચ બેંકો સામેલ કરી છે. આ બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચડીએફસી બેંક છે. ભારતીય રિઝર્વ બેંક આ માટે વધુ બેંકો ઉમેરી શકે છે, જે ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે.

આરબીઆઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નું પરીક્ષણ કરવા માટે બે મોરચે કામ કરી રહી છે : એક જથ્થાબંધ બજાર માટે, જેના માટે એક પાયલોટ પ્રોજેક્ટ પહેલેથી જ ચાલી રહ્યો છે, અને બીજો રિટેલ સીબીડીસી-આર માટે.

સેન્ટ્રલ બેન્કર તેની ડિજિટલ કરન્સી માટે નવું માળખું બનાવવું કે રિટેલ સીબીડીસીને વર્તમાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે ઈન્ટરઓપરેબલ બનાવવું કે કેમ તેની પણ ચકાસણી કરી રહ્યું છે.

''એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) અને આરબીઆીની મદદથી પાઈલટ ચલાવવા માટે પાંચ બેંકોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. રિટેલ ડિજિટલ રૂપિયા પાયલોટને રોલ આઉટ કરવા માટે ટૂંક સમયમાં કેટલાક ગ્રાહક અને વેપારી ખાતા પસંદ કરવામાં આવશે.

ગયા મહિને એક કન્સેપ્ટ નોટમાં, આરબીઆઈએ સૂચવ્યું હતું કે તે રૂ. ૫૦,૦૦૦ થી ઓછી કિંમતની સીબીડીસી રિટેલ પેમેન્ટ્સ માટે અનામી રાખવાનું વિચારી રહી છે, જેમ કે લોકો નાની રકમમાં રોકડમાં વ્યવહાર કરે છે.

ખાનગી ક્રિપ્ટોકરન્સીએ વિશ્વમાં તોફાન મચાવ્યા બાદ કેટલાક દેશો તેમની પોતાની ડિજિટલ કરન્સી શરૂ કરવાનું વિચારી રહ્યા છે. સમાન બ્લોકચેન ટેક્નોલોજીના આધારે, આ સીબીડીસીનો હેતુ રોકડ પર નિર્ભરતા ઘટાડવાનો છે.

સીબીડીસીના બે પ્રકાર - છૂટક અને જથ્થાબંધ - ચોક્કસ હેતુઓ માટે પરિકલ્પના કરવામાં આવે છે. જ્યારે છૂટક સીબીડીસીનો ઉપયોગ બધા દ્વારા કરી શકાય છે, ત્યારે જથ્થાબંધ સીબીડીસી પાસે પસંદગીની નાણાકીય સંસ્થાઓ સુધી મર્યાદિત પ્રવેશ હશે.


Google NewsGoogle News