દિવાળીની સફાઈમાં જો 2000ની નોટ મળી જાય તો ચિંતા ન કરશો, અહિયાં કરી શકો છો એક્સચેન્જ

19 મેના રોજ RBI એ 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી

જેમાં RBIના ડેટા પ્રમાણે 97 ટકાથી વધુ નોટ જમા થઇ ચુકે છે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
દિવાળીની સફાઈમાં જો 2000ની નોટ મળી જાય તો ચિંતા ન કરશો, અહિયાં કરી શકો છો એક્સચેન્જ 1 - image


Rs 2000 note exchange: દિવાળી ખૂબ નજીક આવી રહી છે. ત્યારે તમે તમારા ઘરની સફાઈ પણ શરૂ કરી દીધી હાથે જ. બેંકોએ 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની ના પાડી દીધી હોવા છતાં તમારે ગભરાવાની જરૂર નથી. તમે તમારા નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી અને જમા કરાવી શકો છો.

ઇન્શ્યોર્ડ મેલ ફેસેલીટી 

લોકો હવે તેમની રૂ. 2,000 ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઇન્શ્યોર્ડ મેલ ફેસેલીટી દ્વારા રિઝર્વ બેંકના ડેઝીકનેટેડ કાર્યાલયને મોકલી શકે છે. રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીથી દૂર રહેતા લોકો માટે આ એક સરળ વિકલ્પ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના એક કર્મચારી એ જણાવ્યું હતું કે અમે ગ્રાહકોને સૌથી વધુ સુવિધાજનક અને સુરક્ષિત રીતે તેમના ખાતામાં સીધી જમા રકમ મેળવવા માટે ઇન્શ્યોર્ડ મેલ ફેસેલીટી દ્વારા RBIને રૂ. 2,000ની નોટો મોકલવા મદદ કરીએ છીએ. 

દિલ્હી ઓફિસમાં 700 TLR (teller transaction)

ટેલર ટ્રાન્ઝેક્શનમાં કેશ ડીપોઝીટ, ઉપાડ, ટ્રાવેલર ચેકનું સેલ અને પરચેઝ તેમજ ચેક ક્લીયરિંગ વગેરેનો સમાવેશ થાય છે. તેની મદદથી પણ નોટ જમા કરાવી શકાય છે. TLR અને ઇન્શ્યોર્ડ મેલ ફેસેલીટી બંને વિકલ્પો એકદમ સલામત છે એકલી દિલ્હી ઓફિસને અત્યાર સુધીમાં લગભગ 700 TLR ફોર્મ મળ્યા છે. તેમણે કહ્યું કે આરબીઆઈ તેની ઓફિસમાં એક્સચેન્જ સુવિધા સિવાય તેના કોમ્યુનિકેશનમાં આ બે વિકલ્પોનો ફરી સમાવેશ કરી રહી છે.

RBIએ 19 મેના રોજ જાહેરાત કરી હતી

RBIએ 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવાની સુવિધા આપવામાં આવી હતી. RBI અનુસાર, આ રીતે, 19 મે, 2023 સુધી, ચલણમાં 2,000 રૂપિયાની કુલ નોટોમાંથી 97 ટકાથી વધુ હવે બેંકમાં જમા થઇ ગઈ છે. આ નોટો બદલવા અથવા બેંક ખાતામાં જમા કરાવવાની છેલ્લી તારીખ અગાઉ 30 સપ્ટેમ્બર હતી. બાદમાં આ સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. 7 ઓક્ટોબરના રોજ બેંકમાં જમા અને એક્સચેન્જ સેવાઓ બંને બંધ કરી દેવામાં આવી હતી.

દિવાળીની સફાઈમાં જો 2000ની નોટ મળી જાય તો ચિંતા ન કરશો, અહિયાં કરી શકો છો એક્સચેન્જ 2 - image


Google NewsGoogle News