RBI: ક્રેડિટ બ્યુરોએ 30 દિવસમાં ફરિયાદ ઉકેલવી, નહીં તો દરરોજ 100 રૂપિયાનો ભરવો પડશે દંડ

RBIએ ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે ગ્રાહકોની ફરિયાદો 30 દિવસમાં ઉકેલવી પડશે

જો તમે આમ નહીં કરે તો તમારે દરરોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
RBI: ક્રેડિટ બ્યુરોએ 30 દિવસમાં ફરિયાદ ઉકેલવી, નહીં તો દરરોજ 100 રૂપિયાનો ભરવો પડશે દંડ 1 - image


RBI: ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. RBI ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ (CI)અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને (CIC) ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક અજુ કરવા નિર્દેશ આપ્યા છે. RBIએ તેને 6 મહિનામાં તૈયાર કરવા કહ્યું છે.  

CIએ 21 દિવસની અંદર CIC અપડેટ કરેલી ક્રેડિટ ઇન્ફોર્મેશન સબમિટ કરી હોય તો પણ 30 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન લાવતા દરરોજના 100 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. CIC ઉધાર લેનારાઓ, કોર્પોરેટ અને નાના વ્યવસાયોની ક્રેડિટ માહિતી સાચવી રાખે છે અને બેંકો તેને લોન આપતા સમયે અથવા જ્યારે જરૂર પડે ત્યારે ઍક્સેસ કરી શકે છે.

ગ્રાહકોની ફરિયાદો પર RBIએ કરી કાર્યવાહી 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને CIC તરફથી લોન લેનારાઓની સ્થિતિ અપડેટ ન કરવા અંગે ઘણી ફરિયાદો મળી હતી. આ પછી RBIએ વળતરનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું કહ્યું છે. ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે ડિફોલ્ટ સ્થિતિમાં સુધારો કર્યા પછી પણ, CIC એ સમયસર માહિતી અપડેટ કરી નથી, જેના કારણે ઘણા ગ્રાહકોને લોન અથવા ક્રેડિટ કાર્ડ મળી શક્યા નથી. RBIએ કહ્યું છે કે CICએ વર્ષમાં એકવાર ક્રેડિટ સ્કોર સહિત ફ્રી ક્રેડિટ રિપોર્ટની ઍક્સેસ આપવી જોઈએ. ઉપરાંત, ક્રેડિટ સંબંધિત માહિતી ઈમેલ અને મેસેજ દ્વારા પણ આપવી જોઈએ, જેથી ક્રેડિટની માહિતી સરળતાથી મળી શકે.

ચાર CIC પર કેટલો દંડ

જૂન મહિનામાં આરબીઆઈએ ધિરાણકર્તાઓ તરફથી ફરિયાદો મળ્યાના 30 દિવસની અંદર ખોટો, અધૂરો ડેટા આપવા અને ક્રેડિટ માહિતી અપડેટ ન કરવા બદલ ચાર CIC પર 1.01 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ટ્રાન્સયુનિયન સિબિલ લિમિટેડ પર રૂ. 26 લાખ, એક્સપિરિયન ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ઇક્વિફેક્સ ક્રેડિટ ઇન્ફર્મેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. 24.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી તરફ, RBIએ CRIF હાઈ માર્ક ક્રેડિટ ઈન્ફોર્મેશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પર 25.75 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

RBI: ક્રેડિટ બ્યુરોએ 30 દિવસમાં ફરિયાદ ઉકેલવી, નહીં તો દરરોજ 100 રૂપિયાનો ભરવો પડશે દંડ 2 - image



Google NewsGoogle News