RBI સાથે રિસર્ચ ઈન્ટર્નશિપ સ્કીમ હેઠળ કામ કરવાની તક, દર મહિને સ્ટાઈપેન્ડ પણ મળશે

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
RBI Research Internship


RBI Research Internship Scheme: કેન્દ્ર સરકાર નોકરી માટે અલગ-અલગ પ્રકારની સ્કીમ ચલાવે છે. જેમાં વિવિધ વર્ગના લોકોને લાભ મળે છે. કેન્દ્ર સરકારની જુદી-જુદી સંસ્થાઓમાં દેશના યુવાનો માટે અલગ-અલગ સ્કીમ્સ હેઠળ નોકરી અને ઈન્ટર્નશિપ ઓફર ઉપલબ્ધ કરવામાં આવે છે. દેશની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા યુવાનો માટે એક સ્કીમ ઓફર કરે છે, જેનું નામ રિસર્ચ ઈન્ટર્નશિપ સ્કીમ.

રિસર્ચ ઈન્ટર્નશિપ સ્કીમ હેઠળ લાયક યુવાનોને આરબીઆઈમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળે છે. જેમાં યુવાનોને આરબીઆઈમાં કામ કરવાની તક ઉપરાંત દરમહિને સારૂં એવું સ્ટાઈપેન્ડ પણ મળે છે.

પોસ્ટ ઓફિસ દ્વારા ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી

આરબીઆઈની રિસર્ચ ઈન્ટર્નશિપ સ્કીમ શું છે?

RBI દ્વારા ચલાવવામાં આવતી ઇન્ટર્નશિપ સ્કીમ યુવાનો માટે શીખવાની સારી તક છે. જે યુવાનો અર્થશાસ્ત્ર, બેન્કિંગ અથવા ફાઈનાન્સ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેઓ આ સ્કીમમાં ભાગ લઈ શકે છે. આરબીઆઈ સ્કીમ માટે અરજી કરવા માટે, અરજદાર પાસે 3 વર્ષની સ્નાતકની ડિગ્રીની સાથે એક વર્ષ માસ્ટર્સ કર્યું હોવું પણ જરૂરી છે. અથવા B.Tech અથવા B.E ડિગ્રી પણ માન્ય છે. આરબીઆઈની આ યોજના હેઠળ દર વર્ષે બે યુવાનોની પસંદગી કરવામાં આવે છે. જેની શરૂઆત પહેલી જુલાઈ અને પહેલી જાન્યુઆરીએ કરાય છે. દર વર્ષે આ અંતર્ગત 10 ઈન્ટર્નની પસંદગી કરવામાં આવે છે. આ ઇન્ટર્નશિપનો સમયગાળો 6 મહિનાનો છે, પરંતુ તેને બે વર્ષ સુધી લંબાવી શકાશે. 

દર મહિને રૂ. 35000 મળશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રિસર્ચ ઈન્ટર્નશિપ સ્કીમ હેઠળ પસંદ કરાયેલા ઈન્ટર્નને દર મહિને રૂ. 35,000નું સ્ટાઈપેન્ડ અપાશે. આ ઈન્ટર્નશિપનું સ્થળ આરબીઆઈ હેડક્વાર્ટર મુંબઈ રહેશે. આ સાથે RBI કોઈ પણ કારણ આપ્યા વિના એક મહિનાની નોટિસ પર ઈન્ટર્નશિપ સમાપ્ત કરવાનો અધિકાર રહેશે. આ ઉપરાંત સંસ્થાની જરૂરિયાત અને અરજદારના પર્ફોર્મન્સના આધારે આરબીઆઈ છ-છ માસની મુદત માટે ઈન્ટર્નશિપ એક્સેટન્ડ કરી શકશે. જો કે આ ઈન્ટર્નશિપનો કુલ સમય બે વર્ષનો જ રહેશે. આરબીઆઈએ ગાઈડલાઈન્સમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ ઈન્ટર્નશિપના આધારે યુવાનોને આરબીઆઈમાં નોકરી માટે અરજી કરવાનો અધિકાર નથી મળતો અને ના તો તેઓ તેવો દાવો કરી શકે છે.

  RBI સાથે  રિસર્ચ ઈન્ટર્નશિપ સ્કીમ હેઠળ કામ કરવાની તક, દર મહિને સ્ટાઈપેન્ડ પણ મળશે 2 - image


Google NewsGoogle News