Get The App

ખેડૂતોને ફક્ત 30% જ્યારે છુટક-હોલસેલર વેપારીને 65% વળતર, RBIના રિપોર્ટમાં શૉકિંગ ખુલાસો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
Tomatoes, onions and potatoes


RBI Reports: ભારતના રસોઈઘરમાં સૌથી વધુ વપરાતા ટામેટાં, ડુંગળી અને બટાકાના છૂટક વેચાણ ભાવના ત્રીજા ભાગના નાણાં ટાટ હુંગળી અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોને મળતાં નથી. તેમાં હોલસેલર અને છૂટક વેપારીઓ જ મોટો હિસ્સો કમાઈ રહ્યા છે, એમ રિઝર્વ બેન્કે તૈયાર કરેલી વર્કિંગ પેપર સિરીઝમાં જણાવવામાં આવ્યું છે. ટામેટાના છૂટક ભાવના 33 ટકા, ડુંગળીમાં 36 ટકા અને બટાકામાં 37 ટકા નાણાં ખેડૂતોના હિસ્સામાં આવે છે. 

કૃષિ ઉત્પન્ન બજારના જાણકાર જાણકાર સૂત્રો કહે છે કે, એપીએમસીના વેપારીઓ કાર્ટેલ રચીને સારામાં સારી ખેત ઉપજના નિશ્ચિત કિંમત ઉપરના ભાવ ખેડૂતોને મળવા દેતા જ નથી. જૂના જમાનામાં સફેદ રૂમાલની પાછળ આંગળીઓ લડાવીને તેઓ ભાવ નક્કી કરી દેતા હતા તેમાંય છેતરપિંડી જ હતી. આમ મહેનત કરનાર ખેડૂતને છ મહિનાની મહેનત પછીય યોગ્ય વળતર મળતું નથી. તેની સામે એપીએમસીના વેપારીઓ છ કલાકમાં મબલખ કમાણી કરી લે છે.

ફૂડ પ્રોસેસિંગની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે 

રિઝર્વ બેન્કના અહેવાલ અનુસાર,ખેતઉપજની વેલ્યુ ચેઈનમાં સુધારો લાવવા માટે માર્કેટિંગ રિફોર્મ કરવા જરૂરી છે. તેમ જ ખેત ઉપજનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને વધુ સંગીન બનાવવી તથા ફૂડ પ્રોસેસિંગની ક્ષમતામાં વધારો કરવો પણ એટલો જ જરૂરી છે. આ ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના માધ્યમથી ઉપજના પ્રમાણમાં વધારો કરવી જરૂરી ક્લાઈમેટ ચેન્જની અસર પડે તેવી વરાયટીઓ ડેવલપ કરવી પણ એટલી જ જરૂરી છે. ખેતી કરવા માટેની ઈનોવેટિવ ટેકનિક પણ લાવવી એટલી જ જરૂરી છે. તેમ જ ખેત ઉપજના આખરી વપરાશકાર દ્વારા ખર્ચવામાં આવતા ખેતઉપજ ખરીદવા માટેના એક રૂપિયામાંથી ખેડૂતોને અત્યારે મળતા હિસ્સા કરતાં વધુ મોટો હિસ્સો મળવો જરૂરી છે.

આબોહવામાં આવતા પરિવર્તનની પાક પર અસર થાય

ભારતમાં ટામેટાં, ડુંગળી અને બટાકાનું ઉત્પાદન અને વપરાશ સૌથી વધુ થાય છે. તેના પાકની સીઝન નાની રહેતી હોવાથી તેના ભાવનાં નોંધપાત્ર વધઘટ આવતી હોવાનું જોવા મળે છે. ટામેટા, બટાકા અને ડુંગળી બહુ લાંબો સમય સુધી સાચવી શકાતા નથી. ચોક્કસ પ્રદેશોમાં જ તેની વધુ ખેતી થાય છે. તેમ જ આબોહવામાં આવતા પરિવર્તનની તેના પર ખાસ્સી વધારે અસર થાય છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સમાં આ ત્રણ કોમોડિટીનું કુલ સહિયારું વજન 4.8 ટકા જ છે. છતાંય ફુગાવાની વાતનો ઉલ્લેખ આવે ત્યારે તેના ભાવની ખાસ્સી અસર જોવા મળે છે.

આબોહવામાં આવતા બદલાવને કારણે તેના પુરવઠા પર પણ અસર પડે છે. દુષ્કાળ કે પૂરને કારણે પણ તેના સપ્લાય પર અસર પડે છે. તેવી જ રીતે લઘુત્તમ ટેકાના ભાવ કેટેલા જાહેર કરવામાં આવે છે તેના પર પણ તેના સપ્લાયનો આધાર રહેલો છે. રાસાયણિક ખાતરના ભાવ પર પણ તેના સપ્લાયનો આધાર રહેલો છે. માથાદીઠ આવકમાં જોવા મળતી વધઘટની અસર પણ તેના વેચાણ પર જોવા મળે છે. તેના કારણે માસિક માથાદીઠ ખર્ચ વધારો થાય તો તેની ડિમાન્ડમાં વધારો થાય છે. તેમ જ માસિક માથાદીઠ ખર્ચમાં વધારો થાય તો પણ તેની અસર ડિમાન્ડ પર આવે છે. તેના વિકલ્પે વપરાતી વસ્તુઓના ભાવની સ્થિતિ પણ તેની ડિમાન્ડ પર અસર કરે છે.

આ પણ વાંચો: તિરુપતિ બાદ વધુ એક મંદિરમાં ભેળસેળીયા ઘીનો ઉપયોગ! સરકારની માલિકીની કંપનીથી ખરીદયું હતું


પાકની લણણીની મોસમમાં ખેડૂતો પોતાની ઉપજ ફેંકી દેતા હોવાનું અથવા તો હતાશાના સમયના મળે તે ભાવે વેચાણ કરી દેતા હોવાનું જવા મળે છે. તેમાંય બજાર ભાવ તેના પાકની ઉત્પાદન કિંમત કરતાં નીચે આવી જાય ત્યારે તેઓ તેમના ખેત ઉપજને મળે તે ભાવે વેચી દેતા હોવાનું જોવા મળે છે. બીજીતરફ શાકભાજીની સીઝન ન હોય તે ગાળામાં ગ્રાહકો પાસેથી વધારે કિંમત છૂટક વેચાણકારો પડાવે છે. ખેડૂતોને મળતી કિંમત અને ખેતી કરનારા લોકો વચ્ચેનો ગાળો સતત વધી રહ્યો છે.

ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકતી સરકાર પહેલાં ખેડૂતોનું શોષણ અટકાવે

ખેડૂતોની આવક બમણી કરી આપવાના બણગા ફૂંકતી સરકાર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ સહિતના વેપારી આલમ દ્વારા ખેડૂતોના કરવામાં આવતા શોષણને અટકાવવા પહેલા પગલાં લે તે જરૂરી છે. ખેડૂતો એપીએમસીમાં માલ લઈને જાય ત્યારે વેપારીઓની કાર્ટેલ અગાઉથી જ ભાવ નક્કી કરી બેઠી હોય છે. તેઓ હંમેશા કાર્ટેલમાં જ કામ કરે છે. બહુ જ ઓછા ખેડૂતોના અનાજ-શાકભાજી ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. 

બાકીના બધાં જ ખેડૂતોના ઉત્પાદનોને પાણીના ભાવે પડાવી લેવાનો પ્રયાસ કરે છે. તે માટે વેપારીઓની કાર્ટેલ રચાયેલી હોય છે. આ વેપારીઓ એપીએમસીના બોર્ડમાં પણ પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. તેમની મિલીભગતને કારણે ખેડૂતને વાજબી ભાવ મળતા નથી. વાજબી ભાવ ન મળતા હોવા છતાં ખેડૂતને માલ લાવવા માટે ભાડે કરેલા વાહનનો ખર્ચ માથે ન પડે તે માટે ખેડૂતે જે મળે તે ભાવે માલ વેચીની ચાલ્યા જવું પડે છે. કૃષિ પેદાશોની ખરીદી કરતાં વેપારીઓની આ દાદાગીરી સરકાર તોડશે નહીં ત્યાં સુધી ખેડૂતોને વાજબી ભાવ મળશે જ નહીં.

ખેડૂતોને ફક્ત 30% જ્યારે છુટક-હોલસેલર વેપારીને 65% વળતર, RBIના રિપોર્ટમાં શૉકિંગ ખુલાસો 2 - image



Google NewsGoogle News