Get The App

યુપીઆઈથી ખોટા ખાતામાં પૈસા મોકલી દીધા છે, તો આ રીતે ફરિયાદ કરી પૈસા પાછા મેળવો

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
UPI Wrong Transaction


UPI Wrong Transaction Complaint: આજના ડિજીટલ યુગમાં પૈસા મોકલવા અને મેળવવાનું અત્યંત સરળ બની ગયું છે. હવે ક્યૂઆર કોડ સ્કેન કરીને તમે વિશ્વના કોઈપણ ખૂણામાં પૈસા મોકલી કરી શકો છો. પરંતુ ઘણીવાર ઉતાવળમાં અથવા બેદરકારીના કારણે પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારે આવી સ્થિતિમાં આ પૈસા પાછા મેળવવા માટે શું કરવું જોઈએ? આ અંગે વિગતવાર જાણીએ...

આરબીઆઈની નવી ગાઈડલાઈન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી ગાઈડલાઈન અનુસાર, જો તમે ઉતાવળમાં અથવા બેદરકારીના કારણે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય, તો તમે તેને 48 કલાકની અંદર પરત મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. 

આ પણ વાંચો: છેતરપિંડીથી બચવા માટે વોટ્સએપ લાવી રહ્યું છે સ્પેમ બ્લોક ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે?

•ખાતા ધારકનો સંપર્ક કરવો


સૌથી પહેલા એ વ્યક્તિનો સંપર્ક કરો કે જેના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. તેને જણાવો કે તેમના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. તેમને વિનંતી કરો કે પૈસા પરત મોકલી દે. જો તે પૈસા પરત કરવા ઈચ્છુક હોય તો આ સમસ્યા હલ થઈ શકે છે.

•બેંકમાં જાણ કરવી

આ સમસ્યા વિશે તરત જ તમારી બેંકને જાણ કરો. બેંક શાખાની મુલાકાત લઈને અથવા ટોલ ફ્રી નંબર 18001201740 પર ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવો. બેંક તમને મદદ કરવા માટે જરૂરી પગલાં લેશે.

•પેમેન્ટ એપ કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવવી

જો તમે પેમેન્ટ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો એપના કસ્ટમર કેર અથવા સપોર્ટ સેક્શનમાં જઈને તમારી ફરિયાદ નોંધાવો. તેઓ તમારી ફરિયાદને ધ્યાનમાં રાખીને સમસ્યાનો ઉકેલ શોધી શકે છે.

•RBIની વેબસાઈટ પર ફરિયાદ દાખલ કરો

આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ (https://www.rbi.org.in/)પર જાઓ અને તમારી ફરિયાદ નોંધાવો. અહીં તમે ઓનલાઈન ફરિયાદ ફોર્મ ભરીને તમારી સમસ્યા રજીસ્ટર કરી શકો છો. 

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં થશે પરિવર્તન, સ્ક્વેરની જગ્યાએ હવે વર્ટિકલ ફોટો અપલોડ થઈ શકશે


•NPCI પોર્ટલ પર ફરિયાદ કરો

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના પોર્ટલ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. NPCI ભારતમાં UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ પર નજર રાખે છે અને તમારી ફરિયાદ ઉકેલવામાં મદદ કરી શકે છે.

યુપીઆઈથી ખોટા ખાતામાં પૈસા મોકલી દીધા છે, તો આ રીતે ફરિયાદ કરી પૈસા પાછા મેળવો 2 - image


Google NewsGoogle News