હવે ચેક ક્લિયરિંગ્સમાં રાહ જોવી નહીં પડે, આરબીઆઇ ટૂંક સમયમાં લાવી રહી છે આ સિસ્ટમ
Bank Cheque Clearings In Few Hours: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી પૂર્ણ થયા બાદ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કેટલીક મહત્ત્વની જોગવાઈઓ વિશે જાહેરાત કરી હતી. જેમાં ચેક પેમેન્ટ સંબંધિત એક યોજના પણ જણાવી હતી.
આરબીઆઇએ નવી ચેક ક્લિયરિંગ વ્યવસ્થા શરુ કરી હોવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે આ અંગે જણાવ્યું હતું કે, હવે ચેક પેમેન્ટ્સ થોડા જ કલાકોમાં ક્લિયર કરવા પર કામ કરી રહ્યા છે. હાલ ચેક ક્લિયર થવામાં બે દિવસનો સમય લાગે છે. પરંતુ હવે ચેક પેમેન્ટ્સ માટે વધુ રાહ જોવી પડશે નહીં.
ગવર્નર દાસે આ નવી પ્રણાલી ચેક-ક્લિયરિંગ પ્રક્રિયાને સ્ટ્રીમલાઇન કરવા અને ફંડ ટ્રાન્સફરમાં વિલંબના મુદ્દાને સંબોધિત કરતાં અને અસરકારક ટ્રાન્જેક્શનમાં સુધારો કરવા ઘડી છે.
આ પણ વાંચોઃ RBIનું મોટું એલાન, વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં, 6.5 ટકા પર યથાવત્, જાણો શું થશે અસર
ખાતેદારો પર શું અસર
ખાતેદારો ખાસ કરીને વેપારીઓ અને ચેકથી પગાર લેતાં પગારદારોને આ સેવાનો ખૂબ લાભ થશે. ઘણીવાર પૈસાની તાતી જરૂરિયાતના સમયે તેમનો ચેક ક્લિયરિંગમાં અટવાયેલો હોવાથી ચિંતિંત રહે છે. આ નવી સિસ્ટમથી આ ચિંતા રહેશે રહેશે નહીં. ઝડપથી પેમેન્ટ ખાતામાં જમા થશે. જે ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટે પણ લાભકારક સાબિત થઈ શકે છે.