RBIએ સતત સાતમી વખતે રેપો રેટ યથાવત્ રાખ્યાં, મોનિટરી પોલિસીની બેઠકમાં લેવાયો નિર્ણય
Repo Rate: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. દાસ વતી રેપો રેટ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આ સાતમી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે આરબીઆઈ MPCની બેઠક 3 એપ્રિલથી 5 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી, જેમાં 6માંથી 5 MPC સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો.
અગાઉ ભારતનો આર્થિક વિકાસ ત્રિમાસિકમાં દર 8.40 ટકા રહ્યો હતો
ભારતનો આર્થિક વિકાસ ૨૦૨૩ના ડિસેમ્બર ત્રિમાસિકમાં દર 8.40 ટકા રહ્યો હતો જે મોટા અર્થતંત્રમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ફેબુ્રઆરીનો ફુગાવો પણ અપેક્ષા કરતા વધુ રહી 5.09 ટકા આવ્યો હતો. જે રિઝર્વ બેન્કના 4 ટકાના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે. જ્યાંસુધી ફુગાવો 4 ટકાની આસપાસ નહીં આવે ત્યાંસુધી રેપો રેટમાં ઘટાડો વહેલો ગણાશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ નિરીક્ષણ કર્યું હતું.