પાંચ વર્ષે રેપો રેટમાં રાહત: 20થી 50 લાખની હોમ લોનનો કેટલો EMI ઘટશે? જુઓ કેલ્ક્યુલેશન
RBI Rapo Rate Effect: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન 2020માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો હતો. ત્યારબાદથી સતત વૃદ્ધિ સાથે રેપો રેટ 6.50 ટકા પર સ્થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી સ્થિર રેપો રેટ 6.50 ટકાથી ઘટી 6.25 ટકા થયો છે. રેપો રેટમાં ઘટાડાથી લોનધારકોને મોટી રાહત મળી છે. તેમાં પણ ખાસ કરીને હોમ લોનધારકોના ખિસ્સામાં બચત વધશે.
આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડાની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ 300 પોઈન્ટ સુધી ઘટ્યો હતો. નિફ્ટી પણ 23500ની સપાટી તોડી 23492 પર પહોંચ્યો હતો. જો કે, બાદમાં ફરી પાછું માર્કેટ ઊંચકાયુ હતું.
આ પણ વાંચોઃ RBIએ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કર્યો, મોનિટરી પોલિસી કમિટીના બેઠકમાં નિર્ણય
જુદી-જુદી લોન પર આટલી બચત
જો તમે રૂ. 20 લાખની હોમ લોન લીધી હોય અને તેના પર 8.25 ટકા વ્યાજ અને મુદ્દત 20 વર્ષની છે. તો હાલ મહિને 17356 રૂપિયા ઈએમઆઈ થશે, જેમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થતાં લોન પર 8.25 ટકા વ્યાજ ચૂકવવાનું થશે. જેથી હવે રૂ. 17041 ઈએમઆઈ ચૂકવવો પડશે. અર્થાત દરમહિને રૂ. 315ની બચત થશે.
જો તમે રૂ. 30 લાખની લોન 8.50 ટકાના દરે 20 વર્ષ માટે લીધી હોય તો દરમહિને રૂ. 26035 ઈએમઆઈ પેટે ચૂકવવા પડશે. પરંતુ હવે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થતાં દરમહિને રૂ. 25562 ઈએમઆઈ ચૂકવવો પડશે. જેથી દરમહિને રૂ. 473ની બચત થશે.
જો તમે રૂ. 50 લાખની હોમ લોન 8.50 ટકાના દરે 20 વર્ષ માટે લીધી હોય તો દરમહિને રૂ. 43391ના બદલે રૂ. 42603 ઈએમઆઈ પેટે ચૂકવવા પડશે. જેથી દરમહિને રૂ. 788ની બચત થશે.
રૂ. 50 લાખની લોન પર વર્ષે રૂ. 9500ની બચત
SBI ટૂંક સમયમાં વ્યાજ ઘટાડશે
આ દરમિયાન SBIના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમારે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ લોકોને રેપોરેટમાં ઘટાડાની ભેટ EMIમાં ઘટાડા રૂપે મળશે. એસબીઆઈ પાસેથી હોમ લોન લેનારાઓને ટૂંક સમયમાં બેન્ક તરફથી EMIમાં ઘટાડો થવાના સમાચાર મળશે.