1 ઓક્ટોબરથી વિદેશ ફરવા જવું મોંઘુ થશે, 7 લાખ રૂપિયાથી મોંઘા ટૂર પેકેજ અને વિદેશી રેમીટેન્સ પર લાગશે 20 ટકા TCS

7 લાખ રૂપિયાથી મોંઘા ટૂર પેકેજ પર કપાશે 20 ટકા TCS કપાશે

એનાથી ઓછી રકમ પર આપવું પડશે 5 ટકા TCS

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News


1 ઓક્ટોબરથી વિદેશ ફરવા જવું મોંઘુ થશે, 7 લાખ રૂપિયાથી મોંઘા ટૂર પેકેજ અને વિદેશી રેમીટેન્સ પર લાગશે 20 ટકા TCS 1 - image

RBI Liberalised Remittance Scheme: 1 ઓક્ટોબરથીવિદેશ ટૂર પેકેજ મોંઘા થશે. હવે 7 લાખથી વધુના ટૂર પેકેજ પર 20 ટકા TCS (Tax Collected at Source) ચુકવવું પડશે જે પહેલા 5 ટકા ચુકવવું પડતું હતું. RBIની LRS (લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ, 1 ઓક્ટોબર, 2023 થી વિદેશી રેમિટન્સ પર 20 ટકા TCS ચૂકવવા પડશે, જેના પર અત્યાર સુધી 5 ટકા TCS ચૂકવવો પડતો હતો. અગાઉ આ નિયમ 1 જુલાઈ, 2023થી લાગૂ થવાનો હતો, પરંતુ સરકારે ત્રણ મહિનાનો વધારો આપીને 1 ઓક્ટોબરથી તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

વિદેશ પ્રવાસ ખર્ચાળ થશે

ટૂર પેકેજ પર વિદેશ જનારાઓ પર સૌથી વધુ સરકારના આ નિર્ણયથી ફટકો પડશે. 7 લાખ રૂપિયાથી વધુની કિંમતના ટૂર પેકેજ પર 20 ટકા TCS વસૂલવામાં આવશે. હાલમાં, વિદેશી ટૂર પેકેજ પર 5 ટકા TCS ચૂકવવો પડે છે અને તેની કોઈ ન્યૂનતમ મર્યાદા નથી. જો કે, નવા નિયમ હેઠળ, રૂ. 7 લાખથી વધુની કિંમતના ટૂર પેકેજ પર 20 ટકા TCS ચૂકવવા પડશે, જ્યારે રૂ. 7 લાખથી ઓછી કિંમતના ટૂર પેકેજ પર 5 ટકા TCS ચાલુ રહેશે. ટૂર ઓપરેટરોનું માનવું છે કે સરકારના 20 ટકા TCSના નિર્ણયની અસર ટુરીઝમ ઇન્ડસ્ટ્રી પર પડી શકે છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સરકારને વિદેશ પ્રવાસ પેકેજ પર 20 ટકા TCS નાબૂદ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આના કારણે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોને નુકસાન થશે.

આ નિર્ણયથી વિદેશમાં મેડિકલ કે એજ્યુકેશન પર 7 લાખ રૂપિયાથી વધુના ખર્ચને અસર થશે નહીં. પરંતુ જૂના રિજિમની જેમ, 7 લાખ રૂપિયાથી વધુના મેડિકલ અને એજ્યુકેશન ખર્ચ પર 5 ટકા TCS વસૂલવાનું ચાલુ રહેશે.

વિદેશી રેમિટેન્સ પર વધુ ટેક્સ 

RBI ના LRS અંતર્ગત TCSમાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં પહેલા વિદેશમાં ઇન્ટરનેશનલ ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતા ખર્ચને પણ આમાં સમાવવામાં આવ્યો હતો પરંતુ સરકારે બેંકો અને કાર્ડ નેટવર્ક્સ તરફથી આ ફેરફાર બાબતે તૈયારી બતાવવામાં સમય લગતા ક્રેડીટ કાર્ડ પર હાલ TCS બાબતના નિર્ણયને મૌકુફ રાખવામાં આવેલ છે. 

ત્યારે નાણા મંત્રાલયે દલીલ કરી હતી કે ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચૂકવણી LRSમાં સામેલ છે પરંતુ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતા ખર્ચ તેમાં સામેલ નથી. જેના કારણે ઘણા લોકો ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરતી વખતે આ લીમીટ ક્રોસ કરી જતા હતા. RBIએ સરકારને ઘણી વખત પત્રો લખીને વિદેશમાં ડેબિટ અને ક્રેડિટ પેમેન્ટ કરવામાં ભેદભાવ પુરા કરવા જણાવ્યું હતું.

બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી

નાણાકીય વર્ષ 2023-24 માટે 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ રજૂ કરાયેલા બજેટમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમને વિદેશી પ્રવાસ પેકેજો અને LRS હેઠળ વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં પર TCS દર 5 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરી હતી, જેનો અમલ 1 જુલાઈ, 2023 થી થવાનો હતો. પરંતુ સરકારે ત્રણ મહિના વધુ મોહલત આપી હતી. જે 1 ઓક્ટોબર, 2023થી લાગુ થશે. સરકારે TCS દર ઘટાડવાની માંગને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News