Get The App

આવતા સપ્તાહની બેઠકમાં RBI દ્વારા વ્યાજ દર યથાવત રખાવાની શકયતા વધુ

- ક્રુડના ભાવમાં અચાનક ઉછાળાથી ફુગાવો ફરી ઊંચે જવાની ચિંતા

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
આવતા સપ્તાહની બેઠકમાં RBI દ્વારા વ્યાજ દર યથાવત રખાવાની શકયતા વધુ 1 - image


મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નવી રચાયેલી મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં એમપીસી સતત દસમી વખત રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધી ગઈ છે. ઈરાન-ઈઝરાયલ તાણને જોતા એમપીસી વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ નહીં કરે તેવો મત પ્રવર્તી રહ્યો છે.

વ્યાજ દર યથાવત રહેવાના કિસ્સામાં લોનધારકોએ ઈએમઆઈમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે. 

ત્રણ નવા સભ્યોની નિમણૂંક બાદ એમપીસીની સાત થી નવ ઓકટોબર દરમિયાન પ્રથમ વખત બેઠક મળી રહી છે. 

ઈરાન-ઈઝરાયલ તાણને પરિણામે ક્રુડ તેલના ભાવમાં ભડકો થયો છે જે આવનારા દિવસોમાં ફુગાવાને ફરી ઊંચે લઈ જવાની શકયતા છે ત્યારે આવી સ્થિતિમાં એમપીસી રેપો રેટ ઘટાડવામાં ઉતાવળ નહીં કરે તેવો  એક બેન્કરે મત વ્યકત  કર્યો  હતો. 

કોરોના બાદ છેલ્લા બે-અઢી વર્ષ સુધી સતત ઊંચા રહ્યા બાદ જાપાનને બાદ કરતા મોટાભાગના દેશોમાં વ્યાજ દરમાં ઘટાડો થવાનું શરૂ થયું છે, ત્યારે આરબીઆઈ પણ વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે તેવી અગાઉ ધારણાં રખાતી હતી. 

ફેડરલ રિઝર્વ ઉપરાંત યુકે, કેનેડા તથા યુરોઝોનમાં વ્યાજ દરમાં ઘટાડાના પ્રારંભ થઈ ચૂકયો છે.

 રિઝર્વ બેન્કે ફેબુ્રઆરી, ૨૦૨૩થી ૬.૫૦ ટકા વ્યાજ દર જાળવી રાખ્યો છે. દેશમાં વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહ્યું છે અને ખરીફ પાક પણ સારો ેરહેવાની આશા છે ત્યારે ક્રુડ તેલના ભાવમાં  અચાનક ઉછાળા બાદ રિઝર્વ બેન્ક હવે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.


Google NewsGoogle News