Get The App

UPI યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર, પહેલી જાન્યુઆરીથી નિયમોમાં થશે ફેરફાર

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
UPI


UPI Payments: ઓનલાઇન પેમેન્ટ માટે યુપીઆઇનો ઉપયોગ કરતાં યુઝર્સ માટે 1 જાન્યુઆરી, 2025થી અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આરબીઆઇએ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં વધારો કરતાં અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે. નવો નિયમ લાગુ થયા બાદ યુઝર્સે મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી લેવી પડશે. તેમજ અન્ય અમુક સુવિધાઓ પણ આપવામાં આવી છે.

UPI123Payની મર્યાદા વધારાઈ

આરબીઆઇએ ફીચર ફોન યુઝર્સ માટે સજ્જ પેમેન્ટ સર્વિસ UPI123Payની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. 1 જાન્યુઆરી, 2025થી યુઝર્સ UPI123Pay મારફત રોજના રૂ. 10000 સુધીની લેવડ-દેવડ કરી શકશે. અગાઉ તેની મર્યાદા રૂ. 5000 હતી. ફીચર ફોનના વપરાશ અને ઓફલાઇન પેમેન્ટની સુવિધા આપતાં પ્લેટફોર્મ UPI123Pay પર હવે યુઝર્સ મોટી રકમ ટ્રાન્સફર કરી શકશે. ઉલ્લેખનીય છે, સ્માર્ટફોન મારફત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતાં યુઝર્સની પેમેન્ટ લિમિટ યથાવત્ રાખવામાં આવી છે. ફોનપે, પેટીએમ, ગુગલપે હેઠળ યુઝર સ્માર્ટફોન મારફત રૂ. 1 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમજ કૉલેજ ફી અને હૉસ્પિટલના કિસ્સામાં રૂ. 5 લાખ સુધીની ચૂકવણી કરવાની સુવિધા પણ છે.

એક જ એકાઉન્ટ પરથી વધુ લોકો દ્વારા પેમેન્ટ

યુપીઆઇ સર્કલ ફીચર 2024માં લોન્ચ થયું હતું. જે આગામી વર્ષથી તમામ યુપીઆઇ સમર્થિત પ્લેટફોર્મ પર લાગુ થશે. હાલ ભીમ એપના યુઝર્સ યુપીઆઇ સર્કલનો લાભ ઉઠાવી શકે છે. જેમાં યુઝર પોતાના મિત્ર, પરિજનોને યુપીઆઇ એકાઉન્ટ એક્સેસ કરવાની મંજૂરી આપે છે. એક જ બૅન્ક એકાઉન્ટ મારફત એક કરતાં વધુ લોકો ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જો કે, પ્રાયમરી એકાઉન્ટ હોલ્ડર અન્ય યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી શકે છે. 

આ પણ વાંચોઃ કરદાતાઓ માટે રાહતના સમાચારઃ વિવાદ સે વિશ્વાસ સ્કીમની ડેડલાઈન લંબાવાઈ

યુપીઆઇ સર્કલમાં બે વિકલ્પ

ફૂલ ડેલિગેશનઃ આ વિકલ્પમાં સેકેન્ડરી યુઝરે નિશ્ચિત પેમેન્ટ લિમિટ સાથે ટ્રાન્ઝેક્શન કરવા માટે મંજૂરી મળશે.

પાર્શિયલ ડેલિગેશનઃ આ વિકલ્પ સાથે સેકેન્ડરી યુઝર કોઈપણ ટ્રાન્ઝેક્શન શરુ કરી શકશે. પરંતુ યુપીઆઇ પિન મારફત ટ્રાન્ઝેક્શન પૂર્ણ પ્રાયમરી યુઝર કરશે.

પાંચ યુઝરને સામેલ કરી શકાશે

યુપીઆઇ સર્કલ ફીચરમાં યુઝર વધુમાં વધુ પાંચ લોકોને યુપીઆઇ પેમેન્ટ પોતાના એકાઉન્ટ મારફત કરવા મંજૂરી આપી શકે છે. જેની ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5000 પ્રતિ દિન અને માસિક મર્યાદા રૂ. 15000 રહેશે. યુપીઆઈ એપ્સ સાથે સેકેન્ડરી યુઝર માટે પાસકોડ, બાયોમેટ્રિક્સની માહિતી હોવી જરૂરી છે.  

યુપીઆઇ ટ્રાન્ઝેક્શન રૅકોર્ડ સ્તરે

નાણા મંત્રાલયે હાલમાં જ યુપીઆઇ દ્વારા થતાં ટ્રાન્ઝેક્શનના ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા હતા. જે અનુસાર, જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન કુલ 15537 ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની વેલ્યુ રૂ. 223 લાખ કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી છે.

UPI યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર, પહેલી જાન્યુઆરીથી નિયમોમાં થશે ફેરફાર 2 - image


Google NewsGoogle News