RBIની મોટી કાર્યવાહી, 2 બેન્કોને ફટકારી 3 કરોડની પેનલ્ટી, જાણો ખાતાધારકોને શું થશે અસર?

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
RBI Impose Penalty


RBI Imposes Penalty On HDFC Bank And Axis Bank: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ખાનગી સેક્ટરની બે ટોચની બેન્કોને મોટી પેનલ્ટી ફટકારી છે. જેમાં એક દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસી બેન્ક અને બીજી એક્સિસ બેન્ક છે. આરબીઆઈના નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવતાં આરબીઆઈએ બંને બેન્કો પર કાર્યવાહી હાથ ધરી છે.

બે બેન્કોને રૂ. 2.91 કરોડની પેનલ્ટી ફટકારી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તમામ નાની-મોટી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પર ચાંપતી નજર રાખે છે, જે દિશા-નિર્દેશોનું પાલન ન કરનારા વિરૂદ્ધ આકરૂ વલણ દર્શાવે છે. એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક પર કુલ રૂ. 2.91 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી બેન્કો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓમાં બેદરદારી રાખવા બદલ ઉજાગર કરવામાં આવી છે. જેમાં કેવાયસી, ડિપોઝિટ પર વ્યાજના દરો સહિત અન્ય સેવાઓ સામેલ છે.

એક્સિસ બેન્ક પર કેમ પેનલ્ટી

આરબીઆઈએ સૌથી વધુ પેનલ્ટી એક્સિસ બેન્ક પર રૂ. 1.91 કરોડની લાદી છે. તેણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (બીઆર એક્ટ)ની કલમ 19 (1) (એ)ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લાદ્યા છે. તદુપરાંત ડિપોઝિટ પર વ્યાજ, કેવાયસી સહિત કૃષિ લોન સંબંધિત અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ પેનલ્ટી કરી છે.

આ પણ વાંચોઃ કરોડો ખર્ચી આ અબજોપતિ અંતરિક્ષમાં ફરવા ઉપડ્યો, સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં રવાના, જાણો પ્લાન

એચડીએફસીથી થઈ આ ભૂલ

એચડીએફસી બેન્ક પર આરબીઆઈએ રૂ. 1 કરોડની પેનલ્ટી લગાવી છે. જેની પાછળનું કારણ ડિપોઝિટ પર વ્યાજ દર, બેન્ક સંબંધિત રિકવરી એજન્ટ્સ અને બેન્ક કસ્ટમર્સ સર્વિસ માટે નક્કી કરવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેન્ક પર પેનલ્ટી લગાવી છે.

બેન્ક ગ્રાહકો પર અસર નહીં

એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક પર ફટકારવામાં આવેલી પેનલ્ટીની કાર્યવાહીથી ગ્રાહકોને અસર થશે કે કેમ એ અંગે આરબીઆઈએ સ્પષ્ટતા આપી છે કે, કાયદાકીય અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. આનાથી બેન્કો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર થશે નહીં.


RBIની મોટી કાર્યવાહી, 2 બેન્કોને ફટકારી 3 કરોડની પેનલ્ટી, જાણો ખાતાધારકોને શું થશે અસર? 2 - image


Google NewsGoogle News