RBIની યુનિયન બૅન્ક સહિત પાંચ નાણાકીય સંસ્થાઓ પર કડક કાર્યવાહી, ખાતેદારોને થશે અસર?
RBI Imposed Penalty On Union Bank: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વિવિધ નિયામક માપદંડોના ઉલ્લંઘન બદલ યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, મુથૂટ હાઉસિંગ ફાયનાન્સ અને સીએસબી બેન્ક સહિત પાંચ નાણાકીય સંસ્થાઓને લાખોનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઇએ સીએસબી બૅન્કને રિસ્ક મેનેજિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિઝના આઉટસોર્સિંગની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ રૂ. 1.86 કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે, તેના ખાતેદારોને આ સજાની કોઈ અસર થશે નહીં.
આ પણ વાંચોઃ સેબીના વડાં માધબી પુરી બુચને ક્લિનચીટ મળી હોવાનો અહેવાલ તદ્દન ખોટો, નાણાં મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાને પણ પેનલ્ટી
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા પણ KYC પરના કેટલાક નિયમોનું પાલન કરતી નથી. ઉપરાંત, જોખમો માટે જરૂરી સેન્ટ્રલ રિપોઝિટરી બનાવવાના નિયમોની અવગણના કરી રહી હોવાથી બૅન્ક પર રૂ. 1.06 કરોડનો દંડ લાદ્યો છે. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા એ ભારતનું જાહેર ક્ષેત્રનું એકમ છે, જેમાં 60 ટકા સરકારની માલિકીની છે.
આ એનબીએફસીને દંડ
'નોન-બૅન્કિંગ ફાઇનાન્સિંગ કંપનીઓ - હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ (રિઝર્વ બૅન્ક) નિર્દેશો, 2021'ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ મુથૂટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની પર રૂ. 5 લાખ, નિડો હોમ ફાઇનાન્સ લિમિટેડ પર પણ રૂ. 5 લાખ અને અશોકા વિનિયોગ લિમિટેડ પર 3.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગ્રાહકોને શું અસર?
આરબીઆઇએ જણાવ્યું હતું કે, દરેક કેસમાં દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે. તે સંસ્થાઓ અને ગ્રાહક વચ્ચે થયેલા કોઈપણ વ્યવહાર અથવા કરાર પર અસર કરતો નથી. અર્થાત ગ્રાહકોના કોઈપણ વ્યવહારને આરબીઆઇના દંડની કોઈ અસર થશે નહીં. તેમનું ફંડ અને નાણાકીય વ્યવહારો સુરક્ષિત છે.