RBIએ LIC હાઉસિંગ ફાઈનાન્સ અનેે IDFC ફર્સ્ટ બેન્કને પેનલ્ટી ફટકારી, આ NBFCsના રજિસ્ટ્રેશન પણ રદ્દ કર્યા

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
RBIએ LIC હાઉસિંગ ફાઈનાન્સ અનેે IDFC ફર્સ્ટ બેન્કને પેનલ્ટી ફટકારી, આ NBFCsના રજિસ્ટ્રેશન પણ રદ્દ કર્યા 1 - image


RBI Impose Penalty: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એલઆઈસીની હાઉસિંગ ફાઈનાન્સ કંપની પર લાખો રૂપિયાની પેનલ્ટી લાદી છે. તદુપરાંત આરબીઆઈએ આઈડીએફસી બેન્કને પણ નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 1 કરોડની પેનલ્ટી ચૂકવવા આદેશ કર્યો છે.

આરબીઆઈ દ્વારા જારી નિવેદન અનુસાર, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની રૂ. 49.70 લાખની પેનલ્ટી ચૂકવવા આદેશ કર્યો છે. તેમજ આઈડીએફસી ફર્સ્ટ બેન્ક પર લોન એન્ડ એડવાન્સ મામલે અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ પેનલ્ટી ફટકારી છે. રિઝર્વ બેન્કે લોન અને એડવાન્સ આપવા અમુક નિયમનકારી નીતિઓ ઘડી છે. તેમજ અમુક પ્રતિબંધો પર લાદ્યા છે. જેનું પાલન  ન કરવા બદલ પેનલ્ટી લાગૂ કરે છે.

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ પર રૂ. 49.70 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. જેની પાછળનું કારણ રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા-2021ની અમુક જોગવાઈઓનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે, આરબીઆઈની પેનલ્ટીની બેન્ક કે કંપનીના ગ્રાહકો પર કે તેની સાથે થનારા ટ્રાન્જેક્શન પર કોઈ અસર થશે નહિં.

આ એનબીએફસીના રજિસ્ટ્રેશન રદ્દ થયા

આરબીઆઈએ ચાર નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી) કુંડલ્સ મોટર ફાઈનાન્સ, નિત્યા ફાઈનાન્સ, ભાટિયા હાયર પર્ચેજ અને જીવનજ્યોતિ ડિપોઝિટ્સ એન્ડ એડવાન્સિસનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રદ્દ કર્યુ છે. જેથી હવે આ કંપનીઓ એનબીએફસી પેટે વ્યવસાય કરી શકશે નહિં. બીજી બાજુ પાંચ અન્ય એનબીએફસી ગ્રોઈંગ ઓપુર્ચ્યુનિટી ફાઈનાન્સ (ઈન્ડિયા), ઈનવેલ કોમર્શિયલ, મોહન ફાઈનાન્સ, સરસ્વતી પ્રોપર્ટીઝ અને ક્વિકર માર્કેટિંગે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કર્યા છે.


Google NewsGoogle News