Get The App

ઓછા ઉધાર લેવાના સરકારના નિર્ણયથી આર્થિક વિકાસને ગતિ મળશે, ઓછી થશે મોંઘવારી : RBI ગવર્નર

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
ઓછા ઉધાર લેવાના સરકારના નિર્ણયથી આર્થિક વિકાસને ગતિ મળશે, ઓછી થશે મોંઘવારી : RBI ગવર્નર 1 - image


RBI Update : બેકિંગ સેક્ટરના રેગ્યૂલેટર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, 'બજારના અંદાજથી ઓછું ઉધાર લેવાના સરકારના નિર્ણયની સારી અસર જોવા મળશે. આ નિર્ણયને લઈને પ્રાઈવેટ સેક્ટર માટે મૂડીની ઉપલબ્ધતા વધવાની સાથે જ મોંઘવારી દરમાં અછત આવશે અને અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે.'

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, 'સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી છે. ઓછી ઉધારીનો મતલબ છે કે ખાનગી ક્ષેત્રો પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકો પાસેથી વધુ લોન મેળવી શકશે. ઓછા સરકારી ઉધારના કાર્યક્રમથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે કારણ કે ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે વધુ બેંકોથી લોન મળશે. સરકારના આ નિર્ણયને લઈને મોંઘવારી દરને પણ ઘટાડવામાં મદદ મળશે.'

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના વચગાળાના બજેટમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજસ્વની અછત પૂર્ણ કરવા માટે 14.13 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે જો ગત વર્ષના 15.43 લાખ કરોડ રૂપિયાના ઉધાર અંદાજથી ઓછી છે. ગત વર્ષનું ઉધાર અત્યાર સુધી સૌથી વધુ હતું. વધતી આવક અને સરકારના રાજકોષીય પગલાંને મજબૂત બનાવવાને કારણે નાણાકીય વર્ષ 2024-25 માટે ઉધારનો અંદાજ ઓછો રાખવામાં આવ્યો છે.

મોનિટરી પોલિસી માટે લોનના મહત્વ અંગે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, 'મોનિટરી પોલિસી બનાવતા સમયે આ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ ગ્રોથ રેટનો પ્રોત્સાહન આપવાની સાથે મોંઘવારી દરને ઓછો રાખવામાં મદદ કરે છે. આ કોવિડ સમયગાળા દરમિયાન લોન-જીડીપી રેશિયો 88 ટકાના ઉચ્ચસ્તર પર પહોંચ્યો હતો. ત્યારબાદથી આ નરમ થઈ રહ્યો છે.'

આ પહેલા સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકને સંબોધિત કરી. નાણામંત્રીએ બેઠકમાં તે વાતોનો ઉલ્લેખ કર્યો, જેના પર વચગાળાના બજેટમાં ભાર અપાયો છે સાથે જ તેમણે ફાઈનાન્શિયલ સેક્ટર પાસે રખાઈ રહેલી આશાઓ પર પણ ઉલ્લેખ કર્યો. આરબીઆઈ બોર્ડે વૈશ્વિક ઘરેલૂ આર્થિક પરિસ્થિતિની સાથો સાથ વૈશ્વિક પરિસ્થિતિ અને ગ્લોબલ ફાઈનાન્શિયલ માર્કેટ ઉતાર-ચઢાવનો ઉલ્લેખ કર્યો.


Google NewsGoogle News