RBI ગવર્નરે એનબીએફસીને આપી ચેતવણી, સુધરી જજો! નહીં તો આકરાં પગલાં લઈશું
RBI Governor On NBFC: RBI ગવર્નરે NBFC સેક્ટરની ખામીઓ અને ગેરરીતિઓને ધ્યાનમાં લેતાં કોઈ મોટા પગલાં જાહેર કર્યા વિના માત્ર ચેતવણી આપી છે. NBFCને ઝડપથી જાતે જ પોતાની ભૂલ સુધારી લેવા આહ્વાન કર્યું છે, અને જો RBIની નજરમાં કોઈ ગેરરીતિ આવી તો તેની વિરૂદ્ધ આકરું વલણ ઉઠાવવાની ચીમકી પણ આપી છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે NBFCને ચેતવણી આપી છે કે, NBFC ઝડપથી પોતાની અનસિક્યોર્ડ લોન એક્સપોઝરનું સાવચેતીપૂર્વક આંકલન કરે, સમીક્ષા કરે, સેલ્ફ કરેક્શન કરી લે નહીં તો બાદમાં તેની વિરૂદ્ધ આકરા પગલાં ઉઠાવવામાં આવશે. RBI NBFC, HFC સહિતની નાણાકીય સંસ્થાઓના નિયમો અને એક્સપોઝર પર ચાંપતી નજર રાખી રહી છે. અનસિક્યોર્ડ લોનમાં અનેક પડકારો જોવા મળ્યા છે. જેથી તેમાં સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચોઃ RBI MPC: UPI ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો, યુપીઆઈ વોલેટ લિમિટ પણ વધી
NBFCનું ફોક્સ રિટર્ન પર
દાસે વધુમાં જણાવ્યું હતું કે, NBFC વાસ્તવિક માગ ઉપરાંત રિટેલ ટાર્ગેટ વધારવા પર ફોક્સ કરી રહ્યું છે. એવામાં RBI ક્રેડિટ કાર્ડ, MFI લોન અને અનસિક્યોર્ડ લોન પર જારી થતા આંકડાઓ પર નજર રાખી રહી છે. NBFC માત્ર પોતાના રિટર્ન પર જ ફોક્સ કરી રહી છે. જેમાં ઘણી NBFC અંડરરીટિંગ પ્રેક્ટિસનું પાલન કર્યા વિના આક્રમક ગ્રોથ લક્ષી પગલાં લઈ રહી છે, જે યોગ્ય નથી. જેની વિરૂદ્ધ RBI જરૂર જણાય તો આકરા પગલાં લઈ શકે છે.
NBFC, HFC અને માઇક્રો ફાયનાન્સ કંપનીઓ ઈક્વિટીમાં વધુ રિટર્ન મેળવવા પ્રયાસો કરી રહી છે. જેમાં અમુક આઉટલેયર છે, જેની સાથે RBI વાતચીત કરી રહી છે. ઘણી NBFC ઊંચા વ્યાજના દરે ધિરાણ પ્રદાન કરી રહી છે. જે ચિંતાનો વિષય છે. જેમાં RBIના નીતિ-નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.