Get The App

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: હવે ગેરંટી વગર મળશે 2 લાખ રૂપિયાની લોન, RBIએ કરી જાહેરાત

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
Agriculture Loans
Representative image 

Agriculture Loans: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે. આ ઉપરાંત RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે રેપો રેટ 6.50 ટકા પર રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4 ટકા કર્યો છે. જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે.

ખેડૂતોને મોટી રાહત મળી

મોનેટરી પોલિસીની સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, 'મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત કૃષિ લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી નાના અને સીમાંત ખેડૂતોનો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે.' આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર જારી કરવામાં આવશે. વર્ષ 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં 2019માં તે વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: હવે બેંકો UPIથી પણ લોન આપશે, RBIની જાહેરાત; જાણો કઈ રીતે કરી શકાશે ઉપયોગ

11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે (છઠ્ઠી ડિસેમ્બર) ચાલુ નાણાકીય વર્ષની પાંચમી મોનેટરી પોલિસીની બેઠકમાં સતત 11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. જો કે, અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય બેંકે CRR (કેશ રિઝર્વ રેશિયો) 4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કર્યો છે. આ પગલાથી બેંકોમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ ઉપલબ્ધ થશે.

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: હવે ગેરંટી વગર મળશે 2 લાખ રૂપિયાની લોન, RBIએ કરી જાહેરાત 2 - image


Google NewsGoogle News