Paytmને મળી મોટી રાહત, RBIએ આપ્યો 15 દિવસનો સમય, 15 માર્ચ સુધી ચાલુ રહેશે સેવાઓ
Paytm Payments Bank Services : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક એકાઉન્ટ્સમાં લેવડદેવડ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે.. તેની સાથે જ RBIએ પેટીએમને લઈને FAQ પણ જાહેર કર્યું છે.
31 જાન્યુઆરી 2024એ ભારતીય રિઝર્વ બેંકે મોટા એક્શન લેતા પેટીએમની બેકિંગ સેવાઓ બંધ કરવાના આદેશ જાહેર કર્યા હતા, જે આદેશ 29 ફેબ્રુઆરી 2024થી લાગૂ થવાનો હતો, પરંતુ હવે આ તારીખમાં ફેરફાર કરાયો છે. RBIએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયામક કાર્યવાહી કરાઈ છે, જેને લઈને પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ટોપઅપ જેવી સર્વિસ 29 ફેબ્રુઆરી બાદ બંદ થઈ જશે.
ગ્રાહકો માટે વધાર્યો સમય
RBIએ કહ્યું કે, તેમણે બેંકિગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 35A હેઠળ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સ દ્વારા સંચાલિત પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર કેટલાક વ્યવસાયિક પ્રતિબંધ લગાવ્યા હતા. લોકોના હિતોને ધ્યાનમાં રાખતા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને થોડોક વધારે સમય આપવામાં આવી રહ્યો છે.