Get The App

Paytm પર UPIથી પેમેન્ટ ચાલુ રહેશે કે નહીં, RBIએ આપ્યો મોટો આદેશ

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
Paytm પર UPIથી પેમેન્ટ ચાલુ રહેશે કે નહીં, RBIએ આપ્યો મોટો આદેશ 1 - image


Paytm News : Paytm UPI યૂઝર્સ માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમની UPI સેવાઓને યથાવત્ રાખવા માટે NPCIને જરૂરી પગલા ભરવા કહ્યું છે. રિઝર્વ બેંકે NPCIને એડવાઈઝરી જાહેર કરતતા કહ્યું કે, પેટીએમ એપથી સર્વિસ યથાવત્ રહે, તેના માટે NPCI પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે હાઈ વોલ્યૂમના UPI ટ્રાન્જેક્શનની ક્ષમતા રાખનારી 4-5 બેંકોના સર્ટિફિકેટની સુવિધા આપે.

Paytmની થર્ડ પાર્ટી એપ રિક્વેસ્ટ પર રિઝર્વ બેંકની નજર

Paytmની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન લિમિટેડના થર્ડ પાર્ટી એપ રિક્વેસ્ટ પર ભારતીય રિઝર્વ બેંકની પ્રતિક્રિયા આવી છે. રિઝર્વ બેંકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને UPI પેમેન્ટ માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર બનાવવાની પેટીએમની અપીલની તપાસ કરવાની સલાહ આપી છે. તેની સાથે NPCI પેટીએમ એપના UPI પરિચાલનને શરૂ રાખવા માટે થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર બનાવવાની શક્યતાઓ શોધશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 15 માર્ચ, 2024 બાદ પોતાના ગ્રાહક એકાઉન્ટ્સ અને વોલેટમાં પૈસા લેવાથી રોકી દેવાયા છે.

વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવે

કેન્દ્રીય રિઝર્વ બેંકે NPCIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના UPI યૂઝર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ સલાહ આપી છે. તેમ છતા જે પણ યૂઝર્સ @paytm વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમણે હવે બીજી બેંકોમાં માઈગ્રેટ કરવાના વિકલ્પ તરીકે ધ્યાન અપાશે. રિઝર્વ બેંકે NPCIથી 4-5 પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર બેંકોને જોવા માટે કહ્યું છે જેથી હાઈ વોલ્યૂમને કવર કરી શકાય.

રિઝર્વ બેંકે કહ્યું કે, થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર દ્વારા કોઈ નવા યૂઝરને ત્યાં સુધી નહીં જોડી શકાય જ્યાં સુધી કે તમામ હાલના યૂઝર્સ સંતોષજનક રીતે એક નવા હેન્ડલ પર સ્થાનાંતરિત ન થઈ જાય.

બેંકોને પ્રીપેડ કાર્ડ જાહેર કરવાની મંજૂરી

આ વચ્ચે, રિઝર્વ બેંકને બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાનોને અલગ અલગ સાર્વજનિક પરિવહન પ્રણાલીઓ માટે ચૂકવણીને લઈને PPI જાહેર કરવાની મંજૂરી આપી છે PPI અથવા પ્રી-પેડ કાર્ડ અથવા પ્રોડક્ટ હેઠળ ચૂકવણી પહેલા કરી દેવામાં આવે છે. જેના આવવાથી મુસાફરો પાસે ભાડું આપવા માટે રોકડ ચૂકવણી સિવાયના અન્ય  વિકલ્પ હશે.

રિઝર્વ બેંકે કહ્યું કે, આ સાધન યાત્રીઓની અવરજવર સેવાઓ માટે સુરક્ષિત, સુવિધાજનક અને ઝડપી ડિજિટલ ચૂકવણીની સુવિધા આપશે. દેશભરમાં જાહેર પરિવહન પ્રણાલીઓ દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોને સેવા આપે છે.

paytmrbi

Google NewsGoogle News