Get The App

ગોલ્ડ લોન લેનારાઓને જોરદાર ઝટકો, RBIએ લીધો મોટો નિર્ણય, NBFCને આપ્યો કડક નિર્દેશ

Updated: May 10th, 2024


Google NewsGoogle News
ગોલ્ડ લોન લેનારાઓને જોરદાર ઝટકો, RBIએ લીધો મોટો નિર્ણય, NBFCને આપ્યો કડક નિર્દેશ 1 - image


RBI Directs NBFC For Gold Loan: ગોલ્ડ લોન લેનારાઓ હવે મોટી રકમની રોકડ મેળવી શકશે નહીં. આરબીઆઈએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC)ને નિર્દેશ આપ્યો છે કે, ગોલ્ડ લોન પેટે લોનધારકોને રૂ. 20 હજારથી વધુ રોકડ ફાળવે નહીં.

આવકવેરા અધિનિયમ અનુસાર, ગોલ્ડના બદલે રૂ. 20 હજાર સુધીની જ રોકડ મળી શકે. આરબીઆઈએ આ સપ્તાહની શરૂઆતમાં સ્મોલ ફાઈનાન્સ કંપનીઓને પણ આવકવેરા અધિનિયમની કલમ 269 (SS)નું પાલન કરવા નિર્દેશ કર્યો હતો. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી લોન અને ડિપોઝિટ મેળવી શકશે નહીં. હા તે ચોક્કસ માધ્યમના આધારે પેમેન્ટ મેળવી શકે છે. જેમાં રૂ. 20 હજાર સુધીની રોકડ લિમિટ છે.

એડવાઈઝરી

આરબીઆઈએ આઈઆઈએફએલ ફાઈનાન્સના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં અમુક મટિરિયલ સુપરવિઝરી ખામીઓ જોવા મળતાં ગોલ્ડ લોનની ફાળવણી અને મંજૂરી પર પ્રતિબંધ લાદ્યા બાદ આ એડવાઈઝરી બહાર પાડી છે.

કેશલેસ ટ્રાન્જેક્શનને વેગ

મણપ્પુરમ ફાઈનાન્સના એમડી અને સીઈઓ વીપી નંદકુમારે જણાવ્યું કે, ગોલ્ડ લોન પેટે રૂ. 20 હજારની રોકડ આપવાની મર્યાદાનું પુનરાવર્તન થયું છે. અમારી ગોલ્ડ લોન બુકના 50 ટકા હિસ્સો ઓનલાઈન ગોલ્ડ લોનનો છે. જે સંપૂર્ણપણે પેપરલેસ અને કેશલેસ છે.

ઈન્ડેલ મનીના સીઈઓ ઉમેશ મોહનને જણાવ્યું કે, આરબીઆઈનો આ નિર્દેશ એનબીએફસી સેક્ટરમાં અનુપાલનમાં સુધારો કરતાં બેન્ક ટ્રાન્સફર માટે સીમલેસ ટ્રાન્જિશનને વેગ આપશે. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપતાં પારદર્શિતા વધારશે. જો કે, નાણાંની તાતી જરૂરિયાતના સમયે લોનધારકોને ફટકો પડી શકે છે. ઈમરજન્સી દરમિયાન તેઓને અગાઉની જેમ ઝડપી રોકડ મળી શકશે નહીં.


Google NewsGoogle News