Get The App

જાણીજોઈને લોન ન ચૂકવનારાની વધશે મુશ્કેલી, આ માસ્ટર પ્લાન શરૂ કરવા તમામ બેંકો-NBFCને RBIનો આદેશ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
જાણીજોઈને લોન ન ચૂકવનારાની વધશે મુશ્કેલી, આ માસ્ટર પ્લાન શરૂ કરવા તમામ બેંકો-NBFCને RBIનો આદેશ 1 - image


Wilful Defaulters : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ  આજે (30 જુલાઈ) વિલફુલ ડિફોલ્ટર અને મોટા ડિફોલ્ટર પર લગામ કરવા માટે આજે મહત્વનો નિર્દેશ જારી કર્યો છે, જે મુજબ તમામ બેંકો અને એનબીએફસીએ 25 લાખ રૂપિયા અને તેનાથી વધુની લોનવાળા NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) એકાઉન્ટમાં ‘વિલફુલ ડિફોલ્ટ’ પાસાની તપાસ કરવાની રહેશે. આમ કરવાથી વિલફુલ ડિફૉલ્ટર્સને ઓળખવામાં આને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.

વિલફુલ ડિફોલ્ટરનો અર્થ શું છે?

વિલફુલ ડિફોલ્ટર એટલે લોન લેનાર અથવા ગેરેન્ટર, જે જાણીજોઈને લોન અને ડિફોલ્ટની ચુકવણી કરતા નથી. જો કે, આ સ્થિતિમાં માત્ર 25 લાખ કે તેથી વધુની લોન ધરાવતા લોકોને જ વિલફુલ ડિફોલ્ટર ગણવામાં આવે છે. આરબીઆઈના નિર્દેશ મુજબ, બેંક અને એનબીએફસી એક ખાસ પ્રક્રિયાનું પાલન કરીને ઈરાદાપૂર્વક લોન ન ચુકવનારાઓની ઓળક કરશે અને આવા લોકોને ‘વિલફુલ ડિફૉલ્ટર’ તરીકે વર્ગીકૃત કરશે. જોકે તે વ્યક્તિ વિલફુલ ડિફૉલ્ટર છે કે નહીં, તેની તપાસ એક કમિટી કરશે.

આ પણ વાંચો : Microsoft Outage : માઇક્રોસોફ્ટની ઑફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી, લાખો યુઝર્સ હેરાન

વિલફુલ ડિફૉલ્રની ઓળખ કેવી રીતે કરાશે?

બેંકો અને એનબીએફસી વિલફુલ ડિફૉલ્ટના એન્ગલથી 25 લાખ રૂપિયાથી વધુની લોન લેનારા તમામ એનપીએ એકાઉન્ટની તપાસ કરશે. જો આ એકાઉન્ટોમાં કોઈ અનિયમિતતા ધ્યાને આવે, તો તેઓએ એકાઉન્ટને એનપીએ જાહેર કરવાની પ્રક્રિયાના છ મહિનાની અંદર લોન લેનારને વિલફુલ ડિફૉલ્ટર તરીકે વર્ગીકૃત કરવાની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

બેંકોએ સ્પષ્ટ નિયમોવાળી પોલિસી તૈયાર કરવી જોઈએ

આરબીઆઈના માસ્ટર નિર્દેશ મુજબ, બેંકોએ એક સ્પષ્ટ નિયમોવાળી પોલિસી તૈયાર કરવી જોઈએ, જેથી વિલફુલ ડિફૉલ્ટર જાહેર થનારા વ્યક્તિની તસવીર છાપી શકાય. તેમાં જણાવાયું છે કે, ‘કોઈપણ બેંક વિલફુલ ડિફૉલ્ટર કરનારા વ્યક્તિ અથવા તેની સંસ્થાને લોન નહીં આપે. જ્યાં સુધી તે વ્યક્તિનું નામ વિલફુલ ડિફૉલ્ટરની યાદીમાંથી હટે નહીં, તેના એક વર્ષ સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.’

આ પણ વાંચો : વાયનાડના હૈયું ધ્રુજાવી નાંખે તેવા દૃશ્યો; 120થી વધુ મોત, ઘર-રસ્તા-વાહનો તણાયા


Google NewsGoogle News