Get The App

એકથી વધુ લોન લીધી હોય તો ચેતજો! RBIએ બદલ્યો નિયમ, વધી શકે છે મુશ્કેલી

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
RBI New Rules


RBI New Guideline: વારંવાર એકથી વધુ પર્સનલ લોન લેનારા ગ્રાહકોની મુશ્કેલીઓ વધી શકે છે. આરબીઆઇએ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને લોનધારકોનો ક્રેડિટ બ્યૂરો રૅકોર્ડ એક મહિનાના બદલે દર 15 દિવસે રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જેનાથી લોનધારકોના જોખમનું યોગ્ય રીતે આકલન કરવામાં મદદ મળશે.

શું થશે અસર

નિષ્ણાતો અનુસાર, એકથી વધુ પર્સનલ લોન લેતાં લોકો લોનનો હપ્તો દરમહિને અલગ-અલગ તારીખે ચૂકવે છે. જ્યારે બૅન્ક અને નાણાકીય સંસ્થા મહિનામાં એક જ વખત ક્રેડિટ રૅકોર્ડ રિપોર્ટ અપડેટ કરે છે. જેથી જો કોઈ હપ્તો ચૂકી જાય તો તેની જાણ 40 દિવસ મોડી થાય છે. આ વિલંબને દૂર કરતાં તેમજ વધુ સચોટ રીતે જોખમનું આકલન કરવા આરબીઆઇએ દર 15 દિવસે ક્રેડિટ રૅકોર્ડ રિપોર્ટ જારી કરવાનો આદેશ આપ્યો છે. જેથી ડિફોલ્ટર્સની જાણ સરળતાથી અને ઝડપથી થઈ શકે.

આ પણ વાંચોઃ એપલના 100થી વધુ તેલુગુ કર્મચારીઓએ એક સાથે આપ્યું રાજીનામું, કારણ જાણીને ચોંકી જશો!

લોન પર લોન લેતાં લોકો પર લાગશે લગામ

નાણાકીય સંસ્થાઓએ જણાવ્યું કે, આ બદલાવથી એવરગ્રીનિંગના કિસ્સા ઘટશે. જેમાં લોન લેનારા જૂની લોન ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની ચૂકવણી માટે નવી લોન લે છે. પરિણામે દેવાનો બોજો વધે છે. આ પગલું લોનધારકોને તે સમયે તો રાહત આપે છે. પરંતુ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે જોખમ વધારે છે અને આગામી સમયમાં દેવામાં પણ વધારો થતો જાય છે. જેથી આરબીઆઇની નવી ગાઇડલાઇનથી લોન પર લોન લેતાં લોકો પર બ્રેક લાગશે. આરબીઆઇએ આ નિર્દેશ ઑગસ્ટમાં જાહેર કર્યો હતો. લોન આપનારાને ક્રેડિટ બ્યૂરોનો રૅકોર્ડ 1 જાન્યુઆરી સુધી પોતાની સિસ્ટમમાં અપડેટ કરવા સમય આપ્યો હતો.

એકથી વધુ લોન લીધી હોય તો ચેતજો! RBIએ બદલ્યો નિયમ, વધી શકે છે મુશ્કેલી 2 - image


Google NewsGoogle News