ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
credit card rules


Credit Card New Rules For Third party Apps: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈ, 2024થી લાગૂ થઈ ચૂક્યા છે. જેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)ના માધ્યમથી કરવુ પડશે. જેનુ મેનેજમેન્ટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. 

ટોચની બેન્કો એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પોતાના બાકી બિલની ચૂકવણી કરવા માટે થર્ડ પાર્ટી એપ CRED, PhonePe, Amazon Pay અને Paytmની મદદથી ઉપયોગ કરી શકશો નહીં. બેન્કિંગ સંસ્થાઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ સાથે રજિસ્ટર્ડ ન હોવાના લીધે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

શું છે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બિઝનેસ અને કસ્ટમર્સ માટે પેમેન્ટ કલેક્શન પ્રોસેસને વધુ સારી અને અનુકૂળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી હતી. નિષ્ણાત અનુસાર, આ સિસ્ટમ ગ્રાહકોને બેન્ક બ્રાન્ચિંસ અને કલેક્શન સ્ટોર જેવા ફિઝિકલ આઉટલેટના નેટવર્કની સાથે સાથે દેશભરમાં એપ અને વેબસાઈટ જેવા વિભિન્ન ડિજિટલ ચેનલ્સના માધ્યમથી સરળતાથી ચૂકવણી કરવા સક્ષમ બનાવે છે.

આ બેન્કના ગ્રાહકોને કોઈ સમસ્યા નડશે નહીં

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેન્ક અને અન્ય ટોચની બેન્કોના ક્રેડિટ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે આ નવા નિયમો લાગૂ થશે નહીં. આ બેન્કો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે. જેથી ગ્રાહકો પોતાની પેમેન્ટ જરૂરિયાત માટે થર્ડ પાર્ટી એપનો સરળતાથી ઉપયોગ કરી શકશે.

આ બેન્કો BBPS સાથે રજિસ્ટર્ડ

એસબીઆઈ, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અ સારસ્વત બેન્ક BBPS પર રજિસ્ટર્ડ છે. તદુપરાંત એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યસ બેન્ક પણ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવશે. ક્રેડિટ કાર્ડ યુઝર્સે તેમની સંબંધિત બેન્ક ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે કે નહીં. તેની જાણ કરવી પડશે. જેની માહિતી તેઓ બેન્કની સત્તાવાર વેબસાઈટ અથવા ઉપલબ્ધ ગ્રાહક સેવા સંચાર ચેનલ્સના માધ્યમથી મેળવી શકે છે. જે ગ્રાહકોની બેન્ક અત્યારસુધી BBPS સાથે રજિસ્ટર્ડ નથી, તેમના બિલને સમયસર ચૂકવણીની ગેંરેંટી અને મોડેથી પેમેન્ટ ચૂકવણી બદલ લાગૂ પેનલ્ટીથી બચવા માટે ઓપ્શનલ પેમન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ.

  ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ 2 - image


Google NewsGoogle News