Get The App

RBI Fake Video : ગવર્નરનો ફેક વીડિયો જોઈને ઈન્વેસ્ટ ન કરતા, નાગરિકોને કરાયા એલર્ટ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
Deepfake Video


RBI Deepfake Videos: બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાગરિકોને સોશિયલ મીડિયામાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો વાયરલ થયેલા વીડિયોને ફેક ગણાવી તેનાથી ભરમાઈ ન જવા અપીલ કરી છે. જેમાં તેઓ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે.

RBI Fake Video : ગવર્નરનો ફેક વીડિયો જોઈને ઈન્વેસ્ટ ન કરતા, નાગરિકોને કરાયા એલર્ટ 2 - image

ડીપ ફેક વીડિયોમાં રોકાણ કરવા અપીલ

ડીપ ફેકનો ભોગ આરબીઆઈના ગવર્નર પણ બન્યા છે. ગવર્નરે અને આરબીઆઈએ આ વીડિયોને નકલી ગણાવી તેમાં ભરમાઈ ન જવા સલાહ આપી છે. 19 નવેમ્બરે નિવેદન જારી કરી આ અંગે જણાવ્યું હતું. જેમાં ગવર્નર નાણાકીય સલાહ આપતા જોવા મળ્યા છે. આરબીઆઈએ નિવેદન જારી કરી રહ્યું છે કે, આરબીઆઈની જાણ મુજબ, ગવર્નર શક્તિકાંત દાસનો ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ અમુક રોકાણ સ્કીમોને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે. જેમાં લોકોને રોકાણ કરવા અપીલ કરી રહ્યા છે. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે.

આ પણ વાંચોઃ મતદાન દરમિયાન બુરખો હટાવીને ના કરો ચેકિંગ: સમાજવાદી પાર્ટીનો ચૂંટણી પંચને પત્ર 



આરબીઆઈ કોઈ રોકાણ સલાહ આપતી નથી

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, તે કે તેના કોઈપણ અધિકારી કોઈપણ પ્રકારની રોકાણ ગતિવિધિ કે સલાહ આપતી નથી. તેમજ રોકાણ સ્કીમને સમર્થન પણ કરતા નથી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આ પ્રકારની કોઈ નાણાકીય રોકાણ સલાહ આપવામાં આવી નથી. નાગરિકોને તેનો ભોગ ન બનવા અપીલ છે. અગાઉ મે મહિનામાં પણ આરબીઆઈના ગવર્નરનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ફોન ગુમ ન થાય તે મામલે સલાહ આપતાં જોવા મળ્યા હતાં.

RBI Fake Video : ગવર્નરનો ફેક વીડિયો જોઈને ઈન્વેસ્ટ ન કરતા, નાગરિકોને કરાયા એલર્ટ 3 - image


Google NewsGoogle News