RBIએ આ બેન્કનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતેદારોની કેટલી જમા રકમ પરત મળશે
RBI Banned City Co-Operative Bank: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાઓના અભાવે મુંબઈ સ્થિત સિટી કો-ઓપરેટિવ બેન્કનું લાયસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના સહકારી કમિશનર, અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને બેન્ક બંધ કરવા અને એક લિક્વિડેટર નિમણૂક કરવાનો આદેશ જારી કર્યો છે. સહકારી બેન્કના કામકાજ 19 જૂન, 2024ના રોજથી બંધ કરવામાં આવ્યા છે.
87 ટકા ખાતેદારોને ડિપોઝિટની પૂરેપૂરી રકમ પરત મળશે
દરેક ખાતેદારોને જમા વીમો અને ડેટ ગેરેંટી કમિશન (DICGC)તરફથી માત્ર રૂ. 5 લાખ સુધીની જમા રકમ પરત મેળવી શકશે. મોટાભાગના 87 ટકા ખાતેદારોને ડિપોઝિટની સંપૂર્ણ રકમ પરત મળશે. DICGC દ્વારા 14 જૂન, 2024 સુધી બેન્ક સંબંધિત ખાતેદારો પાસેથી પ્રાપ્ત ઈચ્છાઓના આધારે કુલ વીમિત જમા રકમમાંથી રૂ. 230.99 કરોડની ચૂકવણી થઈ ચૂકી હતી.
બિઝનેસ પર પ્રતિબંધ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મુંબઈ સ્થિત સહકારી બેન્ક પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાઓ ન હોવાનું જણાવતાં તેના કામકાજ પર પ્રતિબંધ લાદ્યો છે. વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે બેન્ક પોતાના ખાતેદારોની સંપૂર્ણ ચૂકવણી કરવા અસમર્થ છે. તેણે જનહિત પર પ્રતિકૂળ અસરો ન પડે તે માટે લાયન્સ રદ કરવાની સાથે સિટી કો-ઓપરેટિવ બેન્કના સંપૂર્ણ બિઝનેસ પર પ્રતિબંધ લાદ્યો છે.